Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાની ₹15,600 લાખના લક્ષ્યાંક સામે ₹7,937.9 લાખ (₹50.88%) આવક:પોલીસ, ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે ખનીજની આવકમાં જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાએ ખનીજની આવકમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવીને રાજ્યમાં બીજા નંબરનું મોખરાનું સ્થાન મેળવ્યું છે. પોલીસતંત્ર અને ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લાએ વાર્ષિક રૂ. 15,600 લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂપિયા 7,937.9 લાખની આવક મેળવી 50.88 ટકા સિદ્ધિ હાંસલ કરી લીધી છે. જિલ્લામાં રેતી, કપચી, માટી, કાર્બોસેલ સહિતની ખનીજ ચોરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસતંત્ર દ્વારા ખનીજના ગેરકાયદે ખનન અને વહન ઉપર ઘોંસ બોલાવવામાં આવી રહી છે. ખનીજનું ગેરકાયદે થતું પરિવહન આ કડક કામગીરીને કારણે નિયંત્રણમાં આવ્યું છે. બીજી તરફ છેલ્લા 3 વર્ષમાં સરકારી ખરાબાની સાથે ખાનગી માલિકીને જમીનમાં લીઝ મંજૂર કરવાનો સુધારો કરાયો છે. છેલ્લા એક વર્ષમાં 20થી વધુ લીઝ પણ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારને રોયલ્ટીની આવકમાં વધારો થયો છે. પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની આ કામગીરીને કારણે ખનીજની આવક વધી છે. જિલ્લાને ફાળવવામાં આવેલ કુલ વાર્ષિક લક્ષ્યાંક રૂપિયા 15,600 લાખ સામે જિલ્લાએ અત્યાર સુધીમાં રૂ. 7937.9 લાખની માતબર આવક મેળવી લીધી છે. આ સાથે જ જિલ્લાએ પોતાની વાર્ષિક લક્ષ્યાંકના 50.88 ટકા રકમ સફળતાપૂર્વક હાંસલ કરી લીધી છે અને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે. 2025ના પ્રથમ કવાર્ટરમાં જિલ્લાની ખનીજની આવક રૂપિયા 4082.71 લાખ હતી જે વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં વધીને રૂ. 7937.9 લાખ જેટલી થઈ છે. રાજ્યની સરેરાશ 37.04% સામે સુરેન્દ્રનગર ઘણું આગળ‎ રાજ્ય કક્ષાએ અન્ય જિલ્લાઓ સાથે સરખામણી કરવામાં આવે તો, સમગ્ર રાજ્યની ખનીજ આવકની સરેરાશ 37.04% રહી છે, જેની સામે સુરેન્દ્રનગર જિલ્લાએ 50.88% લક્ષ્યાંક પૂર્ણ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં 52.06% સાથે પોરબંદર પ્રથમ ક્રમે, સુરેન્દ્રનગર બીજા ક્રમે, રાજકોટ (39.62%) ત્રીજા ક્રમે અને મહેસાણા (37.80%) ચોથા ક્રમે રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજે વિશ્વ પ્રવાસન દિવસ:વઢવાણને હેરિટેજ શહેર તરીકે વિકસાવવા 35 કરોડની યોજના ધોળીપોળ ગેટ, હવામહેલ, ઝાલાવાડ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    રેન્જ ટીમનું ઓપરેશન:રૂ. 2.5 કરોડના દારૂકાંડ, ગુજસીટોકમાં ફરાર ગેડીયા ગેંગની મહિલા કમાલપરથી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment