Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જ ટીમનું ઓપરેશન:રૂ. 2.5 કરોડના દારૂકાંડ, ગુજસીટોકમાં ફરાર ગેડીયા ગેંગની મહિલા કમાલપરથી ઝડપાઈ

    1 day ago

    રાજકોટ રેન્જ સ્ક્વોર્ડે આંતરજિલ્લા ગેડીયા ગેંગની સક્રિય સાગરીત અને કુખ્યાત મહિલા ગુનેગાર બિલ્કિશબાનુ જત મલેકને ઝડપી પાડી છે. બિલ્કિશબાનુ સામે સુરેન્દ્રનગરના બજાણા પોલીસ સ્ટેશનમાં રૂ.2.5 કરોડના દારૂના 2 ગુના, સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં રૂ. 82 લાખના દારૂના ગુના સહિત કુલ 3 ગંભીર કેસ નોંધાયેલા હતા. જેલમાંથી બહાર આવી ફરી દારૂનોકારોબાર શરૂ કર્યો‎ 2020માં જિલ્લામાં ગેડીયા ગેંગ પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ ગુનામાં બિલ્કિશબાનુ જેલમાં ગઈ હતી. 2023માં તેને જામીન મળ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે તેણે ફરીથી ઈંગ્લિંશ દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું હતું અને પોલીસથી બચવા નાસતી-ફરતી રહેતી હતી. અનુસંધાન પાના નં. 3 ઉપર હત્યાનો પ્રયાસ, ચોરી અને ગુજસીટોક સહિત 12 કેસ બિલ્કિશબાનુ સામે અગાઉ સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્યના વિરમગામ, વઢવાણ, ધ્રાંગધ્રા, બજાણા પોલીસ સ્ટેશનમાં 12 ગુના નોંધાઈ ચૂક્યા છે. વિરમગામમાં પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસ IPC 307, આર્મ્સ એક્ટના 2 કેસ તેમજ 2025માં પાસા હેઠળ કાર્યવાહી. ધ્રાંગધ્રા તાલુકામાં ગુજસીટોક કાયદા હેઠળ કેસ તેમજ વઢવાણ અને બજાણામાં તસ્કરી-ચોરીના 4 કેસ. વિરમગામ ટાઉન અને બજાણા પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાના પ્રોહિબિશન દારૂના 5થી વધુ કેસ બજાણા પો.સ્ટે પ્રોહિબિશન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, બજાણા પો.સ્ટેપ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો. સાણંદ GIDC પો. સ્ટે. રૂ.82 લાખના ઈંગ્લિંશ દારૂનો ગુનો.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાની ₹15,600 લાખના લક્ષ્યાંક સામે ₹7,937.9 લાખ (₹50.88%) આવક:પોલીસ, ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે ખનીજની આવકમાં જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે
    Next Article
    YouTuber Flaunts Gold, Cash On Internet, Burglars Leave Her Rs 1 Crore Poorer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment