Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈ-ઓક્શન કંપનીમાં ₹1.56 કરોડની ઉચાપત કરનાર પકડાયો:નરોડાની યુવતી પર વધુ દહેજ માટે સાસરિયાંનો ત્રાસ, નણંદ "નેપાળી" કહીને હેરાન કરતી; પતિ પેટ પર બેસીને માર મારતો

    10 hours ago

    અમદાવાદ શહેરમાંથી બે મહત્વના ગુનાહિત બનાવો સામે આવ્યા છે. એલિસબ્રિજ પોલીસે સિસ્ટમના એડમિન રાઈટ્સનો દુરુપયોગ કરી કંપનીના એસ્ક્રો એકાઉન્ટમાંથી ₹1.56 કરોડ ટ્રાન્સફર કરનાર ભેજાબાજને સુરતથી ઝડપી પાડ્યો છે. બીજી તરફ નરોડા વિસ્તારની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ માનસિક-શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતાં મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઈ-પ્રોક્યોરમેન્ટ કંપનીના બે કર્મચારીઓએ ₹1.56 કરોડનું કૌભાંડ આચર્યું નારણપુરાના ધ્વનિ કામાણી ફાઈનાન્સ હેડ તરીકે ફરજ બજાવે છે તે ઈ પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજીસ લિમિટેડ કંપનીમાં સપોર્ટ મેનેજર તરીકે કામ કરતા ધરમ રાઠોડ અને નિખિલ ખલાસ પાસે સિસ્ટમના એડમિન રાઈટ્સ હતા. બંનેએ ગુનાહિત કાવતરું રચી નકલી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) ફાઈલો તૈયાર કરી હતી. ત્યારબાદ અસલી બિડરોના આઈડી-પાસવર્ડ બદલી, બેંકિંગ વિગતોમાં ફેરફાર કરીને નિખિલ ખલાસ અને તેની પત્ની પ્રિયંકા ખલાસના બેંક ખાતા એડ કરી દીધા હતા. 12 જાન્યુઆરી 2021થી 29 એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા એસ્ક્રો એકાઉન્ટમાંથી કુલ ₹1.56 કરોડ ટ્રાન્સફર કરી લેવાયા હતા. સતત લોકેશન બદલતા માસ્ટરમાઈન્ડને પોલીસે સુરતના કતારગામથી પકડ્યો કંપનીને સિસ્ટમમાં ગડબડની શંકા જતાં આંતરિક તપાસ બાદ એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી નિખિલ ખલાસ પોલીસથી બચવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતમાં સતત લોકેશન અને ડિજિટલ ઓળખ બદલતો હતો. એલિસબ્રિજ પીઆઈ કે. એમ. ભુવા અને ઝોન-7 એલસીબી પીએસઆઈ એચ.ડી. વાઘેલાની ટીમે ટેકનિકલ મોનિટરિંગ આધારે આરોપી સુરતના કતારગામમાં હોવાની બાતમી મેળવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ-ઉચાપતના નાણાંની ડિજિટલ ટ્રેલ મેળવી ₹61.44 લાખ ફ્રીઝ કરાવ્યા છે. નરોડાની યુવતીને દહેજ અને શેરબજારમાં રોકાણ માટે સાસરિયાંનો અમાનુષી ત્રાસ બીજા બનાવમાં નરોડામાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2023માં મહેસાણાના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિએ શેરબજારમાં રોકાણ કરવા પૈસા માંગતા યુવતીએ પિતા પાસેથી ₹1.50 લાખ રોકડા અને સોનાના દાગીના અપાવ્યા હતા તેમછતાં સાસરિયાંઓએ વધુ દહેજ માટે ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીની નણંદ તેને "નેપાળી" કહીને હેરાન કરતી હતી, જ્યારે પતિ પેટ પર બેસીને મોઢું-ગળું દબાવી માર મારતો હતો. પતિનું અન્ય યુવતી સાથેનું ચેટ પકડાતાં માર માર્યો આ દરમિયાન પતિના લેપટોપમાંથી અન્ય યુવતી સાથેનું પ્રેમસભર ચેટ મળી આવતાં યુવતીએ પૂછપરછ કરી હતી, જેના જવાબમાં પતિએ તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, પતિએ યુવતીની ફોઈની સ્ત્રી મિત્ર સાથે પણ અયોગ્ય વર્તન કર્યું હતું. આખરે ₹5 લાખની વધુ દહેજની માગણી કરી હેરાન કરીને યુવતીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતાં તેણે પિયર આવીને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો:2030ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભાગીદાર, SDGs Report 5.0 બુકનું વિમોચન કરાયું
    Next Article
    જામનગર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલ મુદ્દે ABVPનું 7 દિવસનું અલ્ટીમેટમ:મેસ, પાણી, સફાઈ અને ફાયર સેફ્ટીના અભાવ સામે વિરોધ; કેટલાક વિદ્યાર્થી માંદા પડ્યાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment