Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો:2030ના ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવામાં યુવા પેઢી મહત્વપૂર્ણ ભાગીદાર, SDGs Report 5.0 બુકનું વિમોચન કરાયું

    9 hours ago

    ટકાઉ વિકાસના અમલીકરણ, રિપોર્ટિંગ અને વિકાસ આયોજન અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ગુજરાત સામાજિક માળખાકીય વિકાસ સોસાયટી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો હતો, આ સેમિનારમાં ટકાઉ વિકાસના વૈશ્વિક લક્ષ્યાંકો, તેના સ્થાનિકીકરણ, અમલીકરણ અને વિકાસ આયોજનમાં વિવિધ હિસ્સેદારોની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે SDGs Report 5.0 બુકનું વિમોચન કરાયું હતું, આ પ્રસંગે GSIDSના નાયબ નિયામક આર.જે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2015માં નિર્ધારિત કરેલા 17 ટકાઉ વિકાસના લક્ષ્યાંકોનો મુખ્ય હેતુ વર્ષ 2030 સુધી ગરીબી અને ભૂખમરાનો અંત લાવવો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, લિંગ સમાનતા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ તેમજ સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ કરવાનો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી માત્ર સરકાર કે સંસ્થાઓની નહીં, પરંતુ સમાજના દરેક નાગરિકની છે ખાસ કરીને યુવા પેઢી પોતાની નવીન વિચારસરણી, કૌશલ્ય અને જવાબદાર વર્તન દ્વારા પરિવર્તનના સશક્ત વાહક બની શકે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષારોપણ કરવું, પાણી અને ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જેવી દૈનિક જીવનની નાની પહેલ પણ ટકાઉ વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ટકાઉ વિકાસના મૂલ્યો અપનાવવા અને સમાજમાં તેની જાગૃતિ ફેલાવવા આહ્વાન કર્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પ્રોફેસર કે.એમ.જોશીએ SDG India Index, World Economic Forumના અહેવાલો તેમજ ભવિષ્યમાં જરૂરી બનનારી કુશળતાઓ અંગે સતત માહિતગાર રહેવા અનુરોધ કર્યો હતો, ભાવનગર જિલ્લા આયોજન અધિકારી એન.જી. કેવડીયાએ જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે એવો વિકાસ, જે હાલની પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે ભાવિ પેઢી માટે કુદરતી સંસાધનો, પર્યાવરણ અને વિકાસની તકોનું પણ સંરક્ષણ કરે છે. આ પ્રસંગે જિલ્લા આંકડા અધિકારી એસ.એસ. ખેમકાએ નીતિ આયોગ દ્વારા વર્ષ 2026માં પ્રસિદ્ધ થયેલા SDGs રિપોર્ટની મુખ્ય બાબતો રજૂ કરી હતી, જિલ્લા આરોગ્ય શાખાના ડો.કણઝરીયાએ આરોગ્ય અને ટકાઉ વિકાસ વચ્ચેના સંબંધ અંગે માહિતી આપી હતી, જ્યારે GSIDS, ગાંધીનગરના કન્સલ્ટન્ટ શંકરભાઈ ચૌહાણે SDGsના અમલીકરણ, રિપોર્ટિંગ અને વિકાસ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સ્ટેટિસ્ટિકના વિદ્યાર્થીઓ, GSIDSના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    શેખ હસીના બોલ્યા- ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછી ફરીશ:તેઓ મને જેલમાં નાખે કે મારી નાખે; 2 વર્ષ પછી વર્ચ્યુઅલ ભાષણ આપ્યું, કેમેરો બંધ હતો
    Next Article
    ઈ-ઓક્શન કંપનીમાં ₹1.56 કરોડની ઉચાપત કરનાર પકડાયો:નરોડાની યુવતી પર વધુ દહેજ માટે સાસરિયાંનો ત્રાસ, નણંદ "નેપાળી" કહીને હેરાન કરતી; પતિ પેટ પર બેસીને માર મારતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment