Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલ મુદ્દે ABVPનું 7 દિવસનું અલ્ટીમેટમ:મેસ, પાણી, સફાઈ અને ફાયર સેફ્ટીના અભાવ સામે વિરોધ; કેટલાક વિદ્યાર્થી માંદા પડ્યાનો દાવો

    11 hours ago

    જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજની બોયઝ હોસ્ટેલમાં વ્યાપ્ત પ્રાથમિક અસુવિધાઓ અને તંત્રની ઉદાસીનતા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી પરિષદે કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. હોસ્ટેલમાં મેસ સુવિધા માટે જગ્યા ફાળવેલી હોવા છતાં કોલેજ દ્વારા મેસ ચલાવવામાં આવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભોજન માટે બહાર રઝળપાટ કરવો પડે છે. આ ઉપરાંત, પીવાના પાણીના RO સિસ્ટમનું મેન્ટેનન્સ ન થતાં અને ફિલ્ટર સરખી રીતે કામ ન કરતા પાણીમાં દૂષિતતાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ માંદા પડી રહ્યા છે. હોસ્ટેલ પરિસર તેમજ શૌચાલય અને બાથરૂમમાં દૈનિક સફાઈનો અભાવ જોવા મળે છે, જેના કારણે ગંદકી વ્યાપેલી છે. ઇમરજન્સી અને સુરક્ષા માટે અત્યંત જરૂરી એવી ફાયર સેફ્ટીની સુવિધાઓ પણ હોસ્ટેલમાં ઉપલબ્ધ નથી. ABVP નગર મંત્રી રાજવીરસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, "અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે બાથરૂમની સાફ-સફાઈ, બંધ પડેલી મેસ, ઝીરો ફાયર સેફ્ટી અને અશુદ્ધ RO પાણી જેવા પ્રશ્નો અંગે પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે; જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે." ABVP એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં તમામ સમસ્યાઓનો નિકાલ નહીં થાય, તો તેની તમામ નૈતિક અને કાયદાકીય જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઈ-ઓક્શન કંપનીમાં ₹1.56 કરોડની ઉચાપત કરનાર પકડાયો:નરોડાની યુવતી પર વધુ દહેજ માટે સાસરિયાંનો ત્રાસ, નણંદ "નેપાળી" કહીને હેરાન કરતી; પતિ પેટ પર બેસીને માર મારતો
    Next Article
    બોલેરોમાંથી લાખોનો દારૂ ઝડપાયો:સરખેજના ગોડાઉનમાં બોલરોમાં કેબિન અને ડાલા વચ્ચે છુપાવેલો 11.64 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment