Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલેરોમાંથી લાખોનો દારૂ ઝડપાયો:સરખેજના ગોડાઉનમાં બોલરોમાં કેબિન અને ડાલા વચ્ચે છુપાવેલો 11.64 લાખનો દારૂ ઝડપાયો

    12 hours ago

    સરખેજ-સાણંદ રોડ પરથી પોલીસે દારૂનો કન્ટેનર જેવો મોટો જથ્થો સપ્લાય કરવાનો કાળો કારોબાર પકડી પાડ્યો છે. બોલેરો ગાડીમાં કેબિન અને ડાલા વચ્ચે ખાસ ચોરખાનું બનાવીને લવાતો ₹11.64 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સરખેજ પોલીસે ઝડપી પાડીને દરોડા દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે આનંદ એસ્ટેટના ગોડાઉનમાં પોલીસ રેડ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ. ચાવડા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનથી વાહનમાં દારૂ-બિયરનો મોટો જથ્થો લાવીને સરખેજ-સાણંદ સર્કલ નજીક આવેલા આનંદ એસ્ટેટના એક ગોડાઉનમાં તેનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી દિનેશ બિશ્નોઈ નામનો આરોપી પકડાઈ ગયો હતો, જેણે વાહનના ચોરખાનામાં દારૂ છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. દોરડાથી બોલેરો ખેંચીને બનાવટી ચોરખાનાનો પર્દાફાશ કરાયો પોલીસ ટીમે બોલેરો ગાડીની તપાસ કરતાં કેબિન અને ડાલા વચ્ચે બનાવેલી ગુપ્ત જગ્યા નજરે પડી હતી. પોલીસે બોલેરોને પાછળથી દોરડાથી બાંધીને આગળ ખેંચતાં જ અંદર બનાવેલું ચોરખાનું ખૂલી ગયું હતું. તેમાંથી દારૂ અને બિયરની કુલ 2,812 બોટલ તથા ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો અને વાહન મળીને કુલ ₹11.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનથી અમદાવાદ લવાયો હતો જથ્થો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો મુખ્ય આરોપી રાજસ્થાનથી આ દારૂ અમદાવાદ લાવ્યો હતો. જે ગોડાઉનમાં માલ ખાલી કરવાનો હતો ત્યાંથી પોલીસે ફારૂક શાહમદાર નામના અન્ય એક શખ્સની પણ અટકાયત કરી છે. વધુ પૂછપરછમાં બહાર આવ્યું કે આ ગોડાઉન ફારૂકના ભાઈ હારૂનનું છે અને આ જથ્થો રાજસ્થાનના બાંગુડા નામના શખ્સે મોકલ્યો હતો. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપી હારૂન શાહમદાર અને બાંગુડાને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યાં છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલિટેકનિક બોયઝ હોસ્ટેલ મુદ્દે ABVPનું 7 દિવસનું અલ્ટીમેટમ:મેસ, પાણી, સફાઈ અને ફાયર સેફ્ટીના અભાવ સામે વિરોધ; કેટલાક વિદ્યાર્થી માંદા પડ્યાનો દાવો
    Next Article
    પાટણમાં ગટરનું અશુદ્ધ પાણી કેનાલમાં છોડાતા GPCB હરકતમાં:STP પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવાયા, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment