Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગટરનું અશુદ્ધ પાણી કેનાલમાં છોડાતા GPCB હરકતમાં:STP પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવાયા, તપાસ શરૂ

    13 hours ago

    પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું અશુદ્ધ પાણી સિંચાઈ વિભાગની કેનાલ મારફતે વસ્ત્રાસર તળાવમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ બુધવારે હરકતમાં આવી હતી. અધિકારીઓએ પાટણ સ્થિત STP (સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની સ્થળ મુલાકાત લઈ ઇનલેટ અને આઉટલેટમાંથી પાણીના સેમ્પલ લીધા હતા. ગટરનું પાણી જ્યાં એકત્ર થાય છે તે સ્થળેથી પણ નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકકુમાર પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆતના આધારે કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ખાન સરોવર નજીક આવેલા બહુચર પંપિંગ સ્ટેશનમાંથી ગટરનું અશુદ્ધ પાણી યોગ્ય શુદ્ધિકરણ વિના સીધું જ વસ્ત્રાસર તળાવ તરફ જતી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. આનાથી તળાવનું પાણી પ્રદૂષિત થવાની સાથે ખેડૂતો, સ્થાનિક રહીશો અને પર્યાવરણ પર ગંભીર અસર પડવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરીને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પાલનપુરના પ્રાદેશિક અધિકારી તેમજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે GPCBની ટીમે STP પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી પાણીના સેમ્પલ એકત્ર કર્યા હતા. GPCB દ્વારા લેવામાં આવેલા આ પાણીના નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ આવનારા અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોલેરોમાંથી લાખોનો દારૂ ઝડપાયો:સરખેજના ગોડાઉનમાં બોલરોમાં કેબિન અને ડાલા વચ્ચે છુપાવેલો 11.64 લાખનો દારૂ ઝડપાયો
    Next Article
    ભગવા વસ્ત્રોના અપમાન સામે પાટણમાં સાધુ-સંતોનો રોષ:પપ્પુ યાદવ સામે કાર્યવાહી અને માફીની માંગ સાથે આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment