Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવા વસ્ત્રોના અપમાન સામે પાટણમાં સાધુ-સંતોનો રોષ:પપ્પુ યાદવ સામે કાર્યવાહી અને માફીની માંગ સાથે આવેદનપત્ર

    14 hours ago

    પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ ભગવા વસ્ત્રોના કથિત અપમાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં સંસદ ભવન પાસે ભગવા વસ્ત્રોનો દુરુપયોગ કરીને અનાદર કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને સનાતન ધર્મ સહિત સંતોની માફીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાટણ અને રાધનપુર વિસ્તારના સાધુ સમાજ તથા વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ આ વિરોધ પ્રદર્શનમાં એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવો રંગ માત્ર એક રંગ નથી, પરંતુ તે અગ્નિ, તપ અને તપશ્ચર્યાનું પ્રતીક છે. દિલ્હીમાં સંસદ ભવન પાસે ભગવા વસ્ત્રો પહેરીને કરવામાં આવેલા પ્રદર્શનને સનાતન સંસ્કૃતિનું અપમાન ગણાવવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યથી સ્વામી વિવેકાનંદ, જગતગુરુ શંકરાચાર્યની ગાદીઓ અને દેશભરના સાધુ-સંતો તેમજ ભગવાધારીઓનું અપમાન થયું છે. તેમણે ૧૮૫૭ના સંગ્રામથી લઈને દેશના ઇતિહાસમાં સંન્યાસીઓના બલિદાન અને સ્થાનનો ઉલ્લેખ કરીને ભગવા વસ્ત્રોની ગરિમા જાળવવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી છે કે ભગવા વસ્ત્રોનો દુરુપયોગ કરવા બદલ પપ્પુ યાદવ સામે ગુનો દાખલ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે. ઉપરાંત, તેમણે રાષ્ટ્ર સમક્ષ, સાધુ-સંતો અને શંકરાચાર્યોની જાહેર માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી આપવી જોઈએ. આવેદનપત્ર આપીને સનાતન ધર્મપ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મહંત સ્વામી નિજાનંદ મહારાજ- ગોતરકા, સંત સ્વામી વિમલાનંદ- ચાણસ્મા, સંત ગિરધરદાસ બાપુ વાલ્મીકી આશ્રમ-સમી, સંત અલ્કેશપુરી ગોસવામી બાપુ, ચોષઠ માતા મંદિર -ખલી ચાર રસ્તા બાજુ, વિષ્ણુ પટેલ પાટણ જિલ્લા વિહીપ અધ્યક્ષ, હિતેશ ઠકકર - વિહીપ પ્રાંત સહ મંત્રી, વિશાલ રામાવત વિહિપ પાટણ જિલ્લા મંત્રી, રમણીક - વિહિપ રાધનપુર જિલ્લા મંત્રી, લક્ષ્મણ- વિહીપ - રાધનપુર જીલ્લા અધ્યક્ષ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગટરનું અશુદ્ધ પાણી કેનાલમાં છોડાતા GPCB હરકતમાં:STP પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવાયા, તપાસ શરૂ
    Next Article
    Gujarat Breaking News | 7 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment