Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ₹15.43 કરોડના ખર્ચે 50 બેડની હોસ્પિટલ બનશે:આધુનિક આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણને રાજ્ય સરકારની મંજૂરી મળી

    10 hours ago

    બોટાદ ખાતે 50 બેડની આધુનિક સરકારી આયુર્વેદિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ હોસ્પિટલ ₹15.43 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જે બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર આયુર્વેદિક સારવાર પૂરી પાડશે. આ હોસ્પિટલ બોટાદ શહેરના સર્વે નંબર 989/1-અ ખાતે અંદાજે 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામશે. તેનું બાંધકામ એસપી કચેરીની પાછળના વિસ્તારમાં કરવામાં આવશે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારી આ હોસ્પિટલને મંજૂરી આપી છે. હોસ્પિટલ શરૂ થયા બાદ આયુર્વેદ આધારિત સારવારને પ્રોત્સાહન મળશે અને લોકોને કુદરતી તથા પરંપરાગત ઉપચાર પદ્ધતિનો સરળતાથી લાભ મળી શકશે. આ હોસ્પિટલ જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે. સ્થાનિક સ્તરે વિશેષ આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ બનતા દર્દીઓને અન્ય શહેરોમાં જવાની જરૂરિયાત પણ ઘટશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આયુર્વેદિક હોસ્પિટલ અંગે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીની જમકુડી નદીમાં નવા નીરના વધામણામાં જાહેરનામાનો ભંગ:બાળકોને પાણીમાં ઉભા રાખ્યા; પદ્મશ્રી ધોળકિયાના કાર્યક્રમમાં લોકો જોખમી પાળા પર ઊભા રહ્યા
    Next Article
    દંતેશ્વર તળાવમાં સલૂન સંચાલકની મોતની છલાંગ:અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા, પરિવારજનોનું આક્રંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment