Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની જમકુડી નદીમાં નવા નીરના વધામણામાં જાહેરનામાનો ભંગ:બાળકોને પાણીમાં ઉભા રાખ્યા; પદ્મશ્રી ધોળકિયાના કાર્યક્રમમાં લોકો જોખમી પાળા પર ઊભા રહ્યા

    10 hours ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામે જમકુડી નદીમાં નવા નીરના વધામણા પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનના નામે આયોજિત કરાયો હતો, જેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. ડ્રોન શૂટિંગ અને પબ્લિસિટી મેળવવાના હેતુથી આયોજકો દ્વારા નાના બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનોને ધસમસતા પાણી વચ્ચે ઊભા રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ચેકડેમની અત્યંત જોખમી પાળ પર જળપ્રવાહ વચ્ચે લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના પૂરતા સાધનો કે જરૂરી વ્યવસ્થાઓ જોવા મળી નહોતી, જે સ્પષ્ટપણે લોકોના જીવ જોખમમાં મૂકાયા હોવાનું દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા અધિક કલેક્ટરે 29 ઓગસ્ટ, 2023 સુધી એક જાહેરનામું બહાર પાડ્યું છે. કલમ 163 હેઠળ પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામા મુજબ, અમરેલી જિલ્લાના જળાશયો, સિંચાઈ યોજનાઓ, નદીઓ, તળાવો, પુલ અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ કરીને નાહવા કે તટપાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા કે કેમેરા-મોબાઈલ શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટરના જાહેરનામાનો સ્પષ્ટપણે ભંગ થયો હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે સ્થાનિકોમાં ભારે ગણગણાટ જોવા મળ્યો હતો અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક વિક્રમભાઈએ જણાવ્યું ગઈ કાલે સવજીભાઈ ધોળકિયા દ્વારા માતાઓ મહિલાઓ વડીલો બાળકોને જાંબકુડી નદી ઉપર જીવના જોખમે ઉભા રાખ્યા તે કેટલા અંશે વ્યાજબી ? સરકાર અને કલેકટર દ્વારા કાર્યવહી કરવી જોઈએ અગાઉ રાજુલા પોલીસએ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવ્યો હતો રાજુલા પોલીસએ થોડા દિવસ પહેલા નદી કાંઠે જતા લોકો અને જોખમી રીતે પ્રવેશ કરતા લોકો સામે અધિક ક્લેકટના જાહેરનામાનો ચૂસ્તપણે અમલ કરવા માટે 2 થી વધુ નદી કાંઠે યુવકો સેમ કેસ કરવામાં આવ્યા છે પરંતુ લાઠી પંથકમાં આ જોખમી દ્રશ્યો સામે ક્યારે કાર્યવાહી થશે તે ગંભીર સવાલ ઉઠ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માતા-પિતાએ હોમવર્કનું કહેતાં ધો-7નો વિદ્યાર્થીનો પંખે લટકી ગયો:એકના એક દીકરાના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન; સુરતમાં મોબાઇલની લત જીવલેણ બની
    Next Article
    બોટાદમાં ₹15.43 કરોડના ખર્ચે 50 બેડની હોસ્પિટલ બનશે:આધુનિક આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણને રાજ્ય સરકારની મંજૂરી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment