Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંતેશ્વર તળાવમાં સલૂન સંચાલકની મોતની છલાંગ:અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા, પરિવારજનોનું આક્રંદ

    9 hours ago

    વડોદરા શહેરના દંતેશ્વર તળાવમાં કૂદીને સલૂન સંચાલકે જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે 55 વર્ષીય હિતેશ ભાટિયાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે તળાવમાં મૃતદેહને તરતો જોઈને આસપાસના લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. તળાવ પાસેથી વાન અને ચંપલ મળ્યા હિતેશભાઈ નવાપુરા વિસ્તારમાં રહેતા હતા અને સલૂન ચલાવતા હતા. તેઓ પોતાની વાન લઈને આવ્યા અને તળાવમાં ઝંપલાવ્યું હતું. તળાવ પાસેથી પોલીસને વાન અને ચપ્પલ મળી આવ્યા છે. અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દંતેશ્વર તળાવ પાસે એકઠા થઈ ગયા હતા. મૃતક હિતેશભાઈ ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલી 'વિરાજ સલૂન'ના સંચાલક હતા. પ્રાથમિક તપાસમાં હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરિવારજનોના નિવેદનના આધારે તપાસ કરાશે: PI મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદનના આધારે આગળ તપાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ₹15.43 કરોડના ખર્ચે 50 બેડની હોસ્પિટલ બનશે:આધુનિક આયુર્વેદિક હોસ્પિટલ નિર્માણને રાજ્ય સરકારની મંજૂરી મળી
    Next Article
    રાજકોટ:તહેવારોની ઉજવણી, નિર્ધારિત કાર્યક્રમો માટે મનપાના પ્લોટ ખાલી રાખવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment