Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ:તહેવારોની ઉજવણી, નિર્ધારિત કાર્યક્રમો માટે મનપાના પ્લોટ ખાલી રાખવા આદેશ

    15 hours ago

    મહાનગરપાલિકાની માલિકીના પ્રાઇમ લોકેશન પર આવેલા મોટાભાગના પ્લોટ સંસ્થાઓ તેમજ શહેરીજનોને અલગ અલગ કાર્યક્રમો માટે ભાડેથી આપવામાં આવે છે, પરંતુ આખા વર્ષ દરમિયાન મનપાના યોજાતા કાર્યક્રમની યાદી તૈયાર ન હોય અધિકારીઓ અગાઉથી લોકોને પ્લોટ ભાડેથી આપી દેતા હોય મનપાના અનેક કાર્યક્રમો રખડી પડતા હોવાનું ધ્યાનમાં આવતા તમામ કાર્યક્રમોનું લિસ્ટ તૈયાર કરી આ તારીખમાં તમામ પ્લોટ રિઝર્વ રાખવાના આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે. મહાનગરપાલિકાની માલિકીના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્રાઇમ લોકેશન પરના તમામ પ્લોટ લોકોને તેમના કાર્યક્રમો યોજવા તેમજ સંસ્થાઓને વિનામૂલ્યે આપવામાં આવે છે. જેના દ્વારા મહાનગરપાલિકાને દર વર્ષે કરોડો રૂપિયાની આવક થાય છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી કાર્નિવલ તેમજ પતંગ ઉત્સવ તથા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગત વર્ષે પતંગ ઉત્સવ માટે રેસકોર્સનું મેદાન ખાલી ન હોય આ કાર્યક્રમ પડતો મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેથી હવે આખા વર્ષ દરમિયાન મનપાના તમામ કાર્યક્રમનું તારીખ વાઇઝ લિસ્ટ બનાવી કાર્યક્રમની તારીખમાં કોઈને ભાડેથી જગ્યા અપાશે નહીં. 92 પ્લોટ આજે પણ નધણિયાતા મનપાએ કાર્યક્રમો માટે પ્લોટ રિઝર્વ રાખ્યા છે, પરંતુ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા મનપાના અંદાજે 92 પ્લોટ ભાડેથી આપવાની જાહેરાત વર્ષો પહેલાં કરવામાં આવી છે, છતાં આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા મનપાએ લાખો રૂપિયા ગુમાવ્યા છે અને અનેક પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ થઈ જતા હવે સ્વખર્ચે દબાણો હટાવવા પડે તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દંતેશ્વર તળાવમાં સલૂન સંચાલકની મોતની છલાંગ:અંગત કારણોસર પગલું ભર્યાની ચર્ચા, પરિવારજનોનું આક્રંદ
    Next Article
    Arvind Kejriwal March to PM Residence: मार्च को दिल्ली पुलिस ने रोका, धरने पर बैठे आप के नेता | E20

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment