Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લા પંચાયતનું ₹1537 કરોડનું બજેટ રજૂ:શિક્ષણ-આરોગ્યમાં જોગવાઈઓ, વિરોધ પક્ષે ભ્રામક ગણાવ્યું

    1 day ago

    પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલું અને વર્ષ 2026-27નું નવું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કુલ ₹1537 કરોડના ખર્ચનું અનુમાન ધરાવતા આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાયના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, વિરોધ પક્ષે આ બજેટને વાસ્તવિકતાથી દૂર અને ભ્રામક ગણાવી ટીકા કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તેમના કાર્યકાળનું આ ત્રીજું અંદાજપત્ર રજૂ કરાયું હતું. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં સ્વભંડોળ સદરે ₹14.58 કરોડની આવક સામે ₹13.35 કરોડના ખર્ચનું આયોજન છે. સરકારી પ્રવૃત્તિઓ અને દેવા વિભાગ સહિત કુલ ₹1538 કરોડની આવક સામે ₹1537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાના બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સ્માર્ટ ક્લાસ હેતુ ₹233 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં એક નવી માનવીય પહેલના ભાગરૂપે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા જિલ્લાના 123 બાળકો માટે ₹12.92 લાખની જોગવાઈ કરાઈ છે. આ રકમ હેઠળ ડાયાબિટીસ ગ્રસિત બાળકોને ગ્લુકોમીટર, ઇન્સ્યુલિન પેન, ઇન્સ્યુલિન રીફિલ તેમજ જરૂરી સારવાર માટેની કીટ આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના સામાજિક વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સામાજિક ન્યાય નિધિ ફંડમાં ₹50.00 લાખ ફાળવવામાં આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે પશુઓને પ્રોત્સાહન આપવા બ્રીડ શો, પશુ પ્રદર્શન, શ્રેષ્ઠ પશુપાલક ઇનામ વિતરણ અને દૂધ હરીફાઈ જેવી પ્રવૃત્તિઓ માટે ₹2.00 લાખની જોગવાઈ કરાઈ છે. જિલ્લાના નાગરિકોના પ્રશ્નોના નિકાલ અને સરકારી યોજનાઓની માહિતી માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર મૂકાયો છે. આ અંતર્ગત ₹9.00 લાખના ખર્ચે જન સુવિધા કેન્દ્ર અને ₹5.00 લાખના ખર્ચે વિવિધ યોજનાઓની જાણકારી આપતા કીઓસ્ક ડેશબોર્ડની સ્થાપના કરવામાં આવશે. બીજી તરફ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે રજૂ થયેલા બજેટ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ બજેટને 'જાઝવાનાં નીર' જેવું ગણાવી લોકો માટે ભ્રામક હોવાનું નિવેદન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પોલીસ અને ફાયર ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી
    Next Article
    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:પોલીસ વિભાગની ગરિમાને લાંછન લાગતા મહેસાણા SPએ સાંથલ PIને સસપેન્ડ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment