Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયરામાં PI પર બુટલેગરે ચલણી નોટ વરસાવી, VIDEO:પોલીસ વિભાગની ગરિમાને લાંછન લાગતા મહેસાણા SPએ સાંથલ PIને સસપેન્ડ કર્યા

    1 day ago

    મહેસાણાના કટોસણ ગામમાં આયોજીત લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ સ્ટેશનના PI પર બુટલેગરે ચલણીનોટનો વરસાદ કર્યાનો વીડિયો વાઈરલ થતા મહેસાણા એસપી દ્વારા PI એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. મંદિરના પાટોત્સવ નિમિતે લોકડાયરાનું આયોજન કરાયું હતું કટોસણ ગામે ગત 6 તારીખે આયોજિત આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના આગેવાનોના આમંત્રણથી પી.આઈ. ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સરપંચ અને અગ્રણીઓ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમ દરમિયાન જ્યારે પી.આઈ.મંચ પર હતા ત્યારે બુટલેગર અજિત સિંહ અને અર્જુન સિંહ દ્વારા તેમના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાઈરલ થતા બાદ PIને આદેશ કરાયા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, સાડા ત્રણ માસથી ત્યાં ફરજ બજાવતા પી.આઈ.ને 9 તારીખે એસ.પી.એ બોલાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા પંચાયતનું ₹1537 કરોડનું બજેટ રજૂ:શિક્ષણ-આરોગ્યમાં જોગવાઈઓ, વિરોધ પક્ષે ભ્રામક ગણાવ્યું
    Next Article
    પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:અલગ-અલગ શહેરોમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સુરતના મેઈલમાં 2000 કરોડના ડ્રગ્સ રેકેટ, IED-સાયનાઈડ બોમ્બ અને મદ્રાસ ટાઈગર્સનો ઉલ્લેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment