Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પોલીસ અને ફાયર ટીમે સ્થળ પર તપાસ શરૂ કરી

    1 day ago

    ગુજરાતમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઇ-મેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી બાદ મોરબી પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. જોકે, ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ધમકીભર્યો ઇ-મેઇલ આજે સવારે આઠ વાગ્યાની આસપાસ 'એલ એક્સ પોલ મેનન' નામના ઇમેલ આઇડી પરથી પોસ્ટ વિભાગના અધિકારીને મળ્યો હતો. ઇ-મેઇલમાં બપોરના એક વાગ્યે બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને પગલે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફ સહિતના લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક એલસીબી, એસઓજીની ટીમો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમોએ ઇ-મેઇલને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની અંદર બોમ્બ છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી:​જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:LCB,SOG અને બોમ્બ સ્ક્વોડના સર્ચ બાદ તંત્રએ લીધો રાહતનો શ્વાસ
    Next Article
    પાટણ જિલ્લા પંચાયતનું ₹1537 કરોડનું બજેટ રજૂ:શિક્ષણ-આરોગ્યમાં જોગવાઈઓ, વિરોધ પક્ષે ભ્રામક ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment