Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી ક્વાર્ટરમાં તસ્કરોનો હાથફેરો:સર ટી. હોસ્પિટલના સ્ટાફ નર્સના ઘરમાંથી ₹1.53 લાખના દાગીના-રોકડની ચોરી

    6 hours ago

    ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલા સરકારી ક્વાર્ટરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કબાટમાંથી સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹1.53 લાખથી વધુની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સના ક્વાર્ટરમાં બનેલી આ ચોરી અંગે નિલમબાગ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. નવા કબાટમાં સામાન શિફ્ટ કરતી વખતે ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ ભાવનગર જેલ ગ્રાઉન્ડ સામે આવેલા સરકારી ક્વાર્ટર બ્લોક C-29માં રહેતાં અને સર ટી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે સેવા આપતાં પ્રતિક્ષાબેન જગદીશભાઈ પાતળીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 6 નવેમ્બરના રોજ તેઓ અને તેમના પતિ ઘરમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. ઘરમાં નવો કબાટ ખરીદ્યો હોવાથી જૂના લાકડાના કબાટમાંથી ઘરવખરી અને કિંમતી સામાન નવા કબાટમાં મૂકવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જૂના કબાટમાં રાખેલા સોનાના દાગીના અને પર્સમાં મૂકેલી રોકડ રકમ ગાયબ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. સોનાનો હાર, બુટ્ટી, વીંટી અને રોકડ સહિત ₹1.53 લાખની મત્તા ગાયબ આસપાસ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં સ્પષ્ટ થયું હતું કે, તા. 6 ઓક્ટોબર, 2026થી તા. 6 નવેમ્બર, 2026ના બપોરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશી કબાટમાંથી હાથફેરો કરી ગયો હતો. તસ્કરો જૂના કબાટમાં રાખેલી સોનાની બુટ્ટી, સોનાનો હાર, સોનાની વીંટી, સોનાની ચૂક તેમજ પર્સમાં મૂકેલા ₹6,500 રોકડા મળી કુલ ₹1,53,531ની કિંમતી મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. નિલમબાગ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી ઘરમાંથી દાગીના અને રોકડ ચોરાઈ જતાં સ્ટાફ નર્સ પ્રતિક્ષાબેને તાત્કાલિક નિલમબાગ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(a) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સરકારી ક્વાર્ટર પરિસર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની સગર્ભાનું પ્રસુતિ દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત:લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર મીઠાના કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી, સિરામિકની દુકાનમાં દારુ ઝડપાયો
    Next Article
    મોટા વરાછાની 'રિવર વ્યૂ હાઈટ્સ'ના 12માં માળે આગ લાગતા અફરાતફરી:ફ્લેટમાં ફસાયેલા 100 વર્ષીય વૃદ્ધા સહિત 8નું રેસ્ક્યૂ, બિલ્ડિંગમાં પહેલા માળે આવેલું છે આરોગ્યમંત્રીનું નિવાસસ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment