Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની સગર્ભાનું પ્રસુતિ દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત:લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર મીઠાના કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી, સિરામિકની દુકાનમાં દારુ ઝડપાયો

    6 hours ago

    મોરબીના એક ગામની સગર્ભા યુવતીને તાવ આવતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત બાળકીના જન્મોત્સવ પછી પ્રસુતિની પીડાથી મોત નીપજ્યું હતું, માળિયામાં અગાઉની લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી કારખાનાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, અને મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી ઓફિસમાંથી 24 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો. યુવતીને તાવ આવતાં સગર્ભા હોવાનું નિદાન, પ્રસુતિ દરમિયાન મોત મોરબી તાલુકાના એક ગામમાં રહેતી અને મૂળ અમદાવાદ જિલ્લાની વતની યુવતીને તાવ આવતા પરિવારજનો તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન યુવતી સગર્ભા હોવાનું સામે આવ્યું હતું. પરિસ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યુવતીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ પ્રસુતિની પીડા તથા સારવાર દરમિયાન યુવતીનું પણ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લેન્ડ ગ્રેબિંગની અદાવતમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના જાજાસર પાસે મીઠાનું કારખાનું ધરાવતા હનીફ સોકતઅલી ભટ્ટી (ઉંમર વર્ષ 35) દ્વારા માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી ઇકબાલ ઇલિયાસ ભટ્ટી સામે નોંધાવેલી આ ફરિયાદ મુજબ, અગાઉ સાત મહિના પહેલા આરોપી વિરુદ્ધ કરેલ લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવી પાડવાની) ફરિયાદનો ખાર રાખીને આરોપી જાજાસર રણ વિસ્તારમાં આવેલા મીઠાના કારખાના પર આવ્યો હતો. તેણે ફરિયાદીને ગાળો આપીને ભડાકા કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે. એક ઓફિસમાંથી 24 બોટલ વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ પર આવેલા ઇન્દ્ર પ્લાઝામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પ્લાઝામાં આવેલી 'મીશ્વા સિરામિક' નામની દુકાન અને ભાવિન મકવાણાની ઓફિસમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 24 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 30,614 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી ભાવિન કાનજી મકવાણા (ઉંમર વર્ષ 26, રહે. વાવડી રોડ, મોરબી) ની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Diwali Celebration in Pakistan: Diwali पर Pakistan PM Shehbaz और President Asif Zardari ने दी बधाई
    Next Article
    સરકારી ક્વાર્ટરમાં તસ્કરોનો હાથફેરો:સર ટી. હોસ્પિટલના સ્ટાફ નર્સના ઘરમાંથી ₹1.53 લાખના દાગીના-રોકડની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment