Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછાની 'રિવર વ્યૂ હાઈટ્સ'ના 12માં માળે આગ લાગતા અફરાતફરી:ફ્લેટમાં ફસાયેલા 100 વર્ષીય વૃદ્ધા સહિત 8નું રેસ્ક્યૂ, બિલ્ડિંગમાં પહેલા માળે આવેલું છે આરોગ્યમંત્રીનું નિવાસસ્થાન

    7 hours ago

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારે પેડર રોડ પર આવેલી ‘રિવર વ્યુ હાઇટ્સ’ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ બિલ્ડિંગના પહેલા માળે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા નિવાસ કરે છે. જ્યારે આગ બિલ્ડિંગના ઉપરના 12મા માળે આવેલા એક ફ્લેટમાં ભભૂકી ઊઠી હતી. ફ્લેટ મોટાભાગે બંધ હોવા છતાં અંદરથી વિકરાળ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં સમગ્ર એપાર્ટમેન્ટમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 15થી 17 ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા આગ લાગવાની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતનો મોટો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 15થી 17 જેટલા ફાયર ટેન્ડરો અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ તાબડતોબ ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. સીડી અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ફસાયેલા લોકોનું સહીસલામત રેસ્ક્યૂ ઉપરના માળે આગ ફેલાઈ જતાં ધુમાડાને કારણે ઘણા રહીશો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સીડી મારફતે તેમજ હાઈડ્રોલિક પ્લેટફોર્મ ઊંચે ચડાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. જેમાં એક વૃદ્ધા સહિત પરિવારના સભ્યોને કોઈપણ પ્રકારની ઈજા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. 2 કલાકથી વધુ સમય સુધી કૂલિંગ ઓપરેશન ચાલ્યું, ઘરવખરી બળીને ખાખ ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી 2 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફ્લેટમાં રહેલું ટીવી, ફ્રિજ સહિતની તમામ કિંમતી ઘરવખરી બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ વચ્ચે ફસાયેલા આ 8 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ બિલ્ડિંગના ઉપરના માળે અચાનક લાગેલી વિકરાળ આગ અને ધુમાડાના કારણે બે અલગ-અલગ ફ્લેટમાં પરિવારો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી બંને ફ્લેટમાંથી 100 વર્ષીય વૃદ્ધા તેમજ બાળકો સહિત કુલ 8 સભ્યોને સહીસલામત બહાર કાઢ્યા હતા. ફ્લેટ નં. 1302માંથી રેસ્ક્યૂ કરાયેલા લોકો નંદુબેન મેંદપરા (ઉં. વ. 100) વિરલભાઈ મેંદપરા (ઉં. વ. 33) શીતલબેન મેંદપરા (ઉં. વ. 34) પરમ મેંદપરા (ઉં. વ. 9) ધ્યાંશી મેંદપરા (ઉં. વ. 5) ફ્લેટ નં. 1203માંથી રેસ્ક્યૂ કરાયેલા લોકો નિલેશભાઈ વનપરીયા (ઉં. વ. 42) કુંદનબેન વનપરીયા (ઉં. વ. 47) પૂજા વનપરીયા (ઉં. વ. 22)
    Click here to Read More
    Previous Article
    સરકારી ક્વાર્ટરમાં તસ્કરોનો હાથફેરો:સર ટી. હોસ્પિટલના સ્ટાફ નર્સના ઘરમાંથી ₹1.53 લાખના દાગીના-રોકડની ચોરી
    Next Article
    ગાંધીનગરમાં કાળનો ભરડો:શાહપુર બ્રિજ અને કલોલના પિયજ રોડ પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment