Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં કાળનો ભરડો:શાહપુર બ્રિજ અને કલોલના પિયજ રોડ પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત

    6 hours ago

    ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી અને કલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. બંને કિસ્સાઓમાં અજાણ્યા વાહનચાલકો અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. એક જ દિવસમાં બનેલી આ બે ગોઝારી ઘટનાઓને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સંબંધિત પોલીસ મથકોમાં ગુનો નોંધી નાસી છૂટેલા ચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શાહપુર સાબરમતી બ્રિજ પાસે અજાણ્યા ટ્રકે બાઇકને અડફેટે લીધી પ્રથમ અકસ્માત ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો. અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ તાલુકાના વસ્ત્રાલ ગામે રહેતો અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામભાઈ રાણા પોતાના કૌટુંબિક ભાઈ 21 વર્ષીય ચિરાગ બકુલભાઈ પરમાર તેમજ ભાણા કિશનસિંહ વિષ્ણુજી વાઘેલા સાથે બાઇક પર સવાર થઈ નારદીપુર ખાતે ફોઈના ઘરે જવા નીકળ્યા હતા. સાંજે તેઓ ગિફ્ટસિટી સર્કલ થઈને શાહપુર સાબરમતી નદી બ્રિજના છેડે ધોળાકુવા નજીક પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઇજા પામેલા યુવકે સારવાર મળે તે પહેલાં દમ તોડ્યો અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. આ ગંભીર ટક્કરમાં બાઇક ચલાવી રહેલા ૨૧ વર્ષીય ચિરાગ પરમારને માથા, કપાળ તેમજ ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108એમ્બ્યુલન્સ મારફતે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નોકરી પરથી સાયકલ લઈ ઘરે પરત ફરતા યુવાનને વાહને ઉડાવ્યો બીજી હિટ એન્ડ રનની ઘટના કલોલ શહેરમાં સામે આવી છે. કલોલના કૈલાશ રો-હાઉસ ખાતે રહેતો ૩૨ વર્ષીય કનુ મોહનભાઈ બજાણીયા સ્થાનિક પાર્ટી પ્લોટમાં પોતાની નોકરી પૂર્ણ કરીને રાત્રિના સમયે સાયકલ લઈને ઘરે જવા રવાના થયો હતો. તે દરમિયાન કલોલના વામજ-પિયજ રોડ પર આવેલા વાળીનાથ મંદિરની સામે પહોંચતા જ કોઈ પૂરઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે તેની સાયકલને જોરદાર ટક્કર મારી હતી. કલોલ સિવિલ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો અકસ્માત બાદ અજાણ્યો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા કનુ બજાણીયાને સ્થાનિક લોકોએ તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બનાવની જાણ થતાં જ પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. કલોલ શહેર પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટા વરાછાની 'રિવર વ્યૂ હાઈટ્સ'ના 12માં માળે આગ લાગતા અફરાતફરી:ફ્લેટમાં ફસાયેલા 100 વર્ષીય વૃદ્ધા સહિત 8નું રેસ્ક્યૂ, બિલ્ડિંગમાં પહેલા માળે આવેલું છે આરોગ્યમંત્રીનું નિવાસસ્થાન
    Next Article
    Delhi Air Quality Turns 'Very Poor' On Diwali, To Turn 'Severe' Tomorrow

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment