Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની પહેલી ઉદયપુરની વંદે ભારત ટ્રેન શરૂ:સાડા સાત કલાકમાં પહોંચી જશો, ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું; જાણો રૂટ અને ટાઈમટેબલ

    9 hours ago

    2 ઓક્ટોબરને ગાંધી જન્મજયંતિના દિવસે દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ હબ સુરતને તેની પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. સુરતથી સીધી ઉદયપુરને જોડતી આ સેમી-હાઇસ્પીડ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે લીલીઝંડી બતાવી રવાના કરી હતી. 4 ઓક્ટોબરથી આ ટ્રેન નિયમિત સમયપત્રક મુજબ પાટા પર દોડશે, જેનાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 7 કલાક 30 મિનિટમાં કાપી શકાશે. સુરતના વેપારીઓ અને નાગરિકો સવારે વંદે ભારત મારફતે અમદાવાદ કે ઉદયપુર જઈ દિવસભરનું કામ પતાવીને રાત્રે 11 વાગ્યા સુધીમાં પરત ફરી શકે તેવી સુવિધા ગોઠવવામાં આવી છે. બુકિંગ શરૂ: ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું મુસાફરો માટે સૌથી મહત્ત્વના એવા ટિકિટના દર પણ સામે આવી ગયા છે. આ ટ્રેનમાં બે શ્રેણીના કોચ મુજબ ભાડું રહેશે, જેમાં ચેર કાર (CC)નું ભાડું ₹1,515 અને એક્ઝિક્યુટિવ ચેર કાર (EC)નું ભાડું ₹2,720 નિર્ધારિત કરવામાં આવ્યું છે. ટ્રેન નં. 26903નું નિયમિત ટિકિટ બુકિંગ 1 ઓક્ટોબરથી IRCTCની વેબસાઇટ, મોબાઇલ એપ તથા રેલવે સ્ટેશનના PRS કાઉન્ટરો પર શરૂ કરી દેવાયું છે. સુરતથી સવારે 06:10 વાગ્યે ઊપડશે, બપોરે 01:40 વાગ્યે ઉદયપુર પહોંચશે ટ્રેનના નિયમિત શિડ્યુઅલ મુજબ, ટ્રેન નં.26903 સુરતથી સવારે 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 01:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચાડશે. જ્યારે પરત ફરતી વેળા ટ્રેન નં.26904 ઉદયપુરથી બપોરે 03:35 વાગ્યે ઊપડીને રાત્રે 11:00 વાગ્યે સુરત સ્ટેશને આવી પહોંચશે. અઠવાડિયામાં મંગળવાર સિવાયના બાકીના છ દિવસ આ ટ્રેનની નિયમિત સેવા મળશે. ગુજરાત-રાજસ્થાનના 9 મુખ્ય સ્ટેશને સ્ટોપેજ આ મુસાફરી દરમિયાન ટ્રેનને બંને રાજ્યોના મહત્ત્વના વેપારી અને ધાર્મિક કેન્દ્રો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ સ્ટોપેજના કારણે વેપારી વર્ગની સાથે-સાથે શામળાજી જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સીધો ફાયદો મળશે. વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને ઝડપી કનેક્ટિવિટી આધુનિક કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઉત્કૃષ્ટ બેઠક વ્યવસ્થાથી સજ્જ આ સ્વદેશી ટ્રેન શરૂ થવાથી સુરત અને રાજસ્થાન વચ્ચે બિઝનેસ તેમજ ટૂરિઝમ કનેક્ટિવિટીને નવો વેગ મળશે. પહેલાં ટ્રેનમાં જવું મુશ્કેલ લાગતું, હવે વિદેશ જેવો અહેસાસ થાય છેઃ પાટીલ સી. આર. પાટીલે ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, એક સમય એવો હતો, જ્યારે રેલવેમાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ અને કષ્ટદાયક ગણાતી. ટ્રેનોમાં ભારે ગંદકી, સ્પીડ નહોતી અને પ્રવાસ દુષ્કર બની જતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો અને રેલવે તંત્રને નવો આયામ આપ્યો. આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે લોકોને એવો અહેસાસ થાય છે કે તેઓ જાણે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોય. પરિવાર સાથે જ્યારે લોકો આ ટ્રેનમાં બેસે છે, ત્યારે એક અનોખો આનંદ અને ગર્વ અનુભવે છે. 'માગણી વગર જ વડાપ્રધાને ગુજરાતને ભેટ આપી' તેમણે ઉમેર્યું કે, સુરતના લોકોએ ક્યારેય સુરતથી ઉદયપુર માટે વંદે ભારત માગી નહોતી, તેમ છતાં વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરતાં તેમણે લોકોની જરૂરિયાત સમજીને તાત્કાલિક મંજૂરી આપી હતી. આ માટે તેમણે વડાપ્રધાન તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર માન્યો હતો. આ સાથે વલસાડથી સુરત વચ્ચે શરૂ થયેલી મેમુ ટ્રેન તેમજ અન્ય સ્ટોપેજ અંગે પણ તેમણે વિગતવાર વાત કરી સ્થાનિક ધારાસભ્યો અને રેલવે અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. 'ટ્રેન ખાલી ન જાય તે જોવાની જવાબદારી નાગરિકોની' પોતાના સંબોધનના અંતે તેમણે જનતાને અપીલ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે વિશ્વસ્તરીય ટ્રેનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, હવે આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવો અને આ ટ્રેનો ક્યારેય ખાલી ન જાય તેની કાળજી રાખવી એ આપણા સૌ નાગરિકોની જવાબદારી છે. મુસાફરો વધુમાં વધુ આ ટ્રેનોનો લાભ લે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી. કોર્પોરેટર રેલવે વિભાગનો કાર્યક્રમ 'હાઈજેક' કરી લીધો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે તમામ નેતાઓ અને રેલવેના અધિકારીઓ સ્ટેજ પર બેસી ગયા બાદ રેલવે તંત્ર પાસેથી આ તમામ આયોજન હાઇજેક કરી લેવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કારણ કે એક સ્થાનિક કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત સ્ટેજ પર પહોંચી ગયા હતા અને માઈક પર અભિવાદન કોણ કરશે તેનું એનાઉન્સમેન્ટ શરૂ કરી દીધું હતું. જેના કારણે સ્ટેજ પર થોડો સમય માટે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે ચાલવાની પણ જગ્યા ન હતી.
    Click here to Read More
    Previous Article
    એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન:ભાવનગરમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યુવક કોંગ્રેસ અને NSUI નો વિરોધ, પોલીસે 50 થી વધુ કાર્યકરોની અટકાયત
    Next Article
    ભરૂચમાં એક જ રાત્રે બે મકાનોમાં ચોરી:એ-બી ડિવિઝન વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment