Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન:ભાવનગરમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યુવક કોંગ્રેસ અને NSUI નો વિરોધ, પોલીસે 50 થી વધુ કાર્યકરોની અટકાયત

    8 hours ago

    કેન્દ્રીય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે નારાજગી વ્યક્ત કરવા માટે આજરોજ ગુજરાત યુવક કોંગ્રેસ અને ગુજરાત NSUI દ્વારા ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ શામળદાસ કોલેજના ગેઇટ પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો., વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પગલાં ભરીને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટના અંગે માહિતી આપતા ભાવનગર શહેર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરીરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ ઇલેક્શન કમિશનર દ્વારા મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી રહી છે અને અનેક રાજ્યોમાં ચૂંટણી ફિક્સ કરીને સીધો ભાજપને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ પરિસ્થિતિ પરથી એવું સાબિત થાય છે કે તેઓ CEC નહીં પરંતુ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી. યુવક કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવક કોંગ્રેસ અને NSUI ના ઓછામાં ઓછા 50 થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની લાગણીઓ ‘ટાઈમ કેપ્સ્યૂલ’માં કેદ, 2051માં ખુલશે આજની યાદો:VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગ્રીન કોરિડોર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી, 50 કસ્ટોડિયનને જવાબદારી સોંપાઈ
    Next Article
    સુરતની પહેલી ઉદયપુરની વંદે ભારત ટ્રેન શરૂ:સાડા સાત કલાકમાં પહોંચી જશો, ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું; જાણો રૂટ અને ટાઈમટેબલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment