Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની લાગણીઓ ‘ટાઈમ કેપ્સ્યૂલ’માં કેદ, 2051માં ખુલશે આજની યાદો:VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગ્રીન કોરિડોર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી, 50 કસ્ટોડિયનને જવાબદારી સોંપાઈ

    8 hours ago

    વડોદરા શહેરના મકરપુરા GIDC સ્થિત VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામેના ગ્રીન કોરિડોર ખાતે ગાંધી જયંતીના દિવસે યોજાયેલા સમારોહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ ભૂમિગત કરવામાં આવી હતી. વડોદરાવાસીઓની લાગણીઓ, શહેરની ઐતિહાસિક ધરોહર અને વિવિધ સ્મૃતિઓને સમાવતી આ ટાઈમ કેપ્સ્યૂલ વર્ષ 2051માં ખોલવામાં આવશે. દિવ્ય ભાસ્કરના વડોદરામાં 22 વર્ષ પૂર્ણ થઈ 23મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ટાઈમ કેપ્સ્યૂલ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત હજારો વડોદરાવાસીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પત્રો લખ્યા હતા. આ પત્રોને વડોદરાવાસીઓની લાગણીઓની વસિયત તરીકે ટાઈમ કેપ્સ્યૂલમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ગાંધી જયંતીના અવસરે આ કેપ્સ્યૂલને અમૃત ક્ષણે ભૂમિગત કરવામાં આવી હતી. ટાઈમ કેપ્સ્યૂલના અનાવરણ, ભૂમિપૂજન અને ભૂમિગત કરવાની સમગ્ર પ્રક્રિયાનો સમારોહ સવારે 10 વાગ્યાથી શરૂ થયો હતો. કેપ્સ્યૂલનું અનાવરણ અખબાર વિતરકોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડોદરાની 11 નારીઓએ ટાઈમ કેપ્સ્યૂલને સ્પર્શ કરીને તેને ભૂમિગત કરવાની પ્રક્રિયાને અનુમોદન આપ્યું હતું વડોદરાના ઈતિહાસમાં લાગણીઓ અને સ્મૃતિઓનો એક અનોખો અધ્યાય ઉમેરાયો હતો. 2051માં જ્યારે આ ટાઈમ કેપ્સ્યૂલ ખૂલશે ત્યારે આજના વડોદરાની લાગણીઓ, સંસ્કૃતિ અને સ્મૃતિઓ ભવિષ્યની પેઢી સમક્ષ જીવંત બનશે. ટાઈમ કેપ્સ્યૂલમાં માત્ર નાગરિકોના પત્રો જ નહીં, પરંતુ શહેરની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી અનેક વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં પદ્મશ્રી સહિતના કલાકારોનાં ચિત્રો, અગ્રણી ગાયકોના ગરબા, વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજાની માટી, શહેરની તસવીરો તેમજ કચ્છથી લઈને ડાંગ સુધીની લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓનાં બીજ પણ સંગ્રહિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2051માં જ્યારે ટાઈમ કેપ્સ્યૂલ ખોલવામાં આવશે ત્યારે પત્રલેખકો અને તેમના પરિવારજનો સુધી પત્રો પહોંચે તે માટે 50 કસ્ટોડિયનને જવાબદારી સોંપવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા વર્તમાન વડોદરાની લાગણીઓ અને સ્મૃતિઓને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરામાં યોજાયેલા ટાઈમ કેપ્સ્યૂલ અભિયાનને World Book of Records, London તરફથી વિશેષ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર, વડોદરા દ્વારા શહેરના નાગરિકો પાસેથી 50,000થી વધુ હસ્તલિખિત વિચારો, લાગણીઓ, સૂચનો, સંદેશાઓ અને સર્જનાત્મક અભિવ્યક્તિઓ એકત્રિત કરીને તેમને 25 વર્ષ માટે ટાઈમ કેપ્સ્યૂલમાં સંગ્રહિત કરવાની અનોખી પહેલ કરવામાં આવી. આ અભિયાનને ‘Largest Collection of Handwritten Expressions’ તરીકે World Book of Recordsમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડનના દિવ્યાંગ ગાંધી હાજર રહ્યા હતા અને દિવ્ય ભાસ્કર વડોદરાના તંત્રી મનિષ પંડ્યાને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયર, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, રાજ્ય સરકારના મંત્રી મનીષબેન વકીલ, ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર તેમજ VCCIના હોદ્દેદારો સહિતના મહાનુભાવો સામેલ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીઓની અટકાયત:12મું મેટ્રો સ્ટેશન પણ બંધ; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
    Next Article
    એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન:ભાવનગરમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યુવક કોંગ્રેસ અને NSUI નો વિરોધ, પોલીસે 50 થી વધુ કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment