Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીઓની અટકાયત:12મું મેટ્રો સ્ટેશન પણ બંધ; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

    13 hours ago

    દિલ્હીમાં SIR વિરુદ્ધ લેફ્ટ, AAP અને સ્ટુડન્ટ યુનિયને શુક્રવારે પ્રદર્શન કર્યું. જંતર-મંતર પરથી સૌરભ ભારદ્વાજ સહિત 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. પ્રદર્શન માટે AISA (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન), RJD સાંસદ મનોજ ઝા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે લોકોને જંતર-મંતર પર જોડાવાની અપીલ કરી છે. જંતર-મંતર પર પોલીસ અને RAF તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે આસપાસના 12 મેટ્રો સ્ટેશનોના આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. કોકરોચ જનતા પાર્ટી આજે સાંજે 4 વાગ્યાથી મુંબઈના શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવાની છે. CJPના કન્વીનર અભિજીત દીપકેએ 24 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર આ દેશના સૌથી મોટા દેશદ્રોહી છે. લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જોકે, પોલીસે આ પ્રદર્શનની મંજૂરી આપી નથી. આ સમગ્ર વિવાદ 23 સપ્ટેમ્બરે ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ શરૂ થયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં 14 વખત લેખિત વાંધો નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે કેટલાક નિર્ણયો તેમની જાણકારી વિના લેવામાં આવ્યા હતા. SIR દરમિયાન અત્યાર સુધી 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામ કપાયા છે. ચૂંટણી પંચ મુજબ દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, એટલે કે લગભગ 14.1% મતદારોનાં નામ SIRમાં હટાવવામાં આવ્યા છે. SIR સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને નબી-રસૂલીને બહાર કર્યા:9 ઓક્ટોબરથી UAEમાં બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ, વન-ડે અને T20 સિરીઝ
    Next Article
    વડોદરાની લાગણીઓ ‘ટાઈમ કેપ્સ્યૂલ’માં કેદ, 2051માં ખુલશે આજની યાદો:VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગ્રીન કોરિડોર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી, 50 કસ્ટોડિયનને જવાબદારી સોંપાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment