Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં એક જ રાત્રે બે મકાનોમાં ચોરી:એ-બી ડિવિઝન વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરાયા, પોલીસ તપાસ શરૂ

    7 hours ago

    ભરૂચ શહેરમાં એક જ રાત્રે એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ હદમાં આવેલા બે મકાનોમાં તસ્કરોએ ચોરી કરી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી ગયા. સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે. બી-ડિવિઝન હેઠળના વેજલપુર કુંભારીયા ઢોળાવમાં મોહમ્મદ અમીનભાઈના મકાનમાં ચોરી થઈ. પરિવાર હાજર હોવા છતાં તસ્કરો ચોરી કરી ભાગ્યા. પરિવારે સ્પ્રે કે કેફી દ્રવ્યના ઉપયોગની આશંકા વ્યક્ત કરી. તેમના ઘરમાંથી 22-23 તોલા ચાંદી, સાઉદી રિયાલ, જૂની નોટો, અડધા તોલાની સોનાની એરિંગ અને બંગડી ચોરાઈ. બીજી ઘટના એ-ડિવિઝન હેઠળના સોનેરી મહેલ, મલેકવાડમાં બની. ઇમરાનભાઈ પરિવાર સાથે બહાર ગયા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું. પરત ફરતા દીકરીની સોનાની બુટ્ટી અને 10 હજાર રૂપિયા રોકડા ચોરાયા. પોલીસે બંને ચોરીની તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ તપાસાઈ રહ્યા છે અને શકમંદોની પૂછપરછ ચાલી રહી છે. તસ્કરોને પકડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની પહેલી ઉદયપુરની વંદે ભારત ટ્રેન શરૂ:સાડા સાત કલાકમાં પહોંચી જશો, ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું; જાણો રૂટ અને ટાઈમટેબલ
    Next Article
    મેમકાની હરિતલાવડી ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો:'એક પેડ માં કે નામ 3.0' હેઠળ વૃક્ષારોપણ કરાયું, માતાના નામે વાવેલું વૃક્ષ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment