Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને ₹1.50 લાખ ગાયબ:ડિસ્પ્લે બ્લેન્ક થઈ ને આપોઆપ ટ્રાન્ઝેક્શન થઈ ગયા, જૂનાગઢની મહિલા સાથે સાયબર ફ્રોડ આચરનાર 2 આરોપી જેલહવાલે

    13 hours ago

    જૂનાગઢમાં ડિજિટલ માધ્યમથી સાયબર છેતરપિંડી આચરતા ગઠિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ મથકની ટીમે આધુનિક ટેક્નોલોજી અને CDR એનાલિસિસની મદદથી ઊંડાણપૂર્વક તપાસ ચલાવીને મહિલાનો સ્માર્ટફોન હેક કરી ખાતામાંથી દોઢ લાખ રૂપિયા સેરવી લેનારા બે સાયબર ગઠિયાઓને અમદાવાદ ખાતેથી દબોચી લીધા છે. મહિલાએ માત્ર પોતાનો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો અને તે દરમિયાન ભેજાબાજોએ રિમોટ એક્સેસ મેળવી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ચાર્જિંગ વખતે ફોનની ડિસ્પ્લે ગાયબ થઈ અને મેસેજ ચમક્યો આ બનાવની વિગતો અનુસાર જૂનાગઢના રહેવાસી પૂજાબેન હિરેનભાઈ વાઢેરે સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પૂજાબેને પોતાનો મોબાઈલ ફોન ઘરમાં ચાર્જિંગમાં મૂક્યો હતો. તે દરમિયાન તેમના પતિનો ફોન આવતાં તેમણે મોબાઈલ જોયો તો સ્ક્રીન પર કંઈ દેખાતું નહોતું અને માત્ર 'your phone has been updated dont turn off you may lose your data' એવું લખાણ દર્શાવાતું હતું. આ સાથે જ મોબાઈલ અસામાન્ય રીતે ખૂબ ગરમ થઈ ગયો હતો અને આપોઆપ સ્વીચ ઓફ થઈને ફરી ચાલુ થઈ ગયો હતો. બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી ₹1.50 લાખની ચોરી મોબાઈલ હેક થઈ ગયા બાદ ઠગટોળકીએ પૂજાબેનના કેનેરા બેંક તેમજ બેંક ઓફ બરોડાના એમ બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી કુલ ₹1,50,000 ઉપાડી લીધા હતા. બેન્કમાંથી પૈસા કપાયા હોવાનો અહેસાસ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સી-ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સથી લોકેશન મળતાં અમદાવાદમાં દરોડો પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરતાં આ ટ્રાન્ઝેક્શન પાછળ રહેલા આરોપીઓનું લોકેશન અમદાવાદમાં ટ્રેસ થયું હતું. જેથી સી-ડિવિઝન પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડીને ઘાટલોડિયાની શિવનગર સોસાયટીમાં રહેતા ચિરાગ મુકેશભાઈ પંચાલ અને સરખેજના વ્રજધામમાં રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ગણપતસિંહ ઠાકરરામ ચૌધરીની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેઓ અન્ય સાયબર ફ્રોડમાં પણ સામેલ છે અને તેમની સામે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    મણિનગર કુમકુમ મંદિરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:200 દર્દીઓની આંખોની મફત તપાસ કરાઈ, 164ને ચશ્મા અને 40ના મોતિયાના ઓપરેશન થશે
    Next Article
    એકતાનગરમાં SOU સત્તામંડળ દ્વારા નિઃશુલ્ક AC ઈ-બસ શરૂ કરાઈ:વિદ્યાર્થીઓને બસ સેવાનો લાભ મળશે; અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે 4 રૂટ;સુરક્ષા માટે સ્કૂલ બસ ગાઇડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment