Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર કુમકુમ મંદિરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:200 દર્દીઓની આંખોની મફત તપાસ કરાઈ, 164ને ચશ્મા અને 40ના મોતિયાના ઓપરેશન થશે

    9 hours ago

    સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 105મા પ્રાગટ્ય દિન શરદપૂર્ણિમા નિમિત્તે, મણિનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ અને લાયન્સ ક્લબના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. લાયન્સ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ 200 દર્દીઓએ ભાગ લીધો. દર્દીઓની આંખોની કમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા મફતમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. 164 જરૂરિયાતમંદ દર્દીઓને નંબરવાળા ચશ્મા મફતમાં આપવામાં આવ્યા. તપાસ દરમિયાન 40 દર્દીઓને મોતિયા હોવાનું જણાયું હતું. આ 40 દર્દીઓના મોતિયાના ઓપરેશન પણ મફતમાં કરી આપવામાં આવશે. લાયન્સ ક્લબ વતી ડો. યોગેશભાઈ દવે, ડો. ધ્રુવી પટેલ, પંકજ ગામીત, કેતન સોલંકી, ધીરુભાઈ દેસાઈ, તેહલસિંગ સિદાના અને હર્ષદભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. કુમકુમ મંદિર દ્વારા સૌનું સન્માન કરાયું. જરૂરિયાતમંદ દર્દીઓએ આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ લીધો અને કુમકુમ મંદિર તથા લાયન્સ ક્લબનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બંધન સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, અમદાવાદના ઘોડાસરમાં દરરોજ અલગ થીમ સાથે ઉત્સવ, ગરબા અને નાસ્તાની વ્યવસ્થા
    Next Article
    મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને ₹1.50 લાખ ગાયબ:ડિસ્પ્લે બ્લેન્ક થઈ ને આપોઆપ ટ્રાન્ઝેક્શન થઈ ગયા, જૂનાગઢની મહિલા સાથે સાયબર ફ્રોડ આચરનાર 2 આરોપી જેલહવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment