Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરમાં SOU સત્તામંડળ દ્વારા નિઃશુલ્ક AC ઈ-બસ શરૂ કરાઈ:વિદ્યાર્થીઓને બસ સેવાનો લાભ મળશે; અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે 4 રૂટ;સુરક્ષા માટે સ્કૂલ બસ ગાઇડ

    8 hours ago

    સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સત્તામંડળ દ્વારા એકતાનગર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AC ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. માર્ચ-2025થી શરૂ કરવામાં આવેલી આ સુવિધાનો અત્યાર સુધીમાં 620 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત સત્તામંડળ દ્વારા 6 મોટી ઈ-બસ અને 1 વિંગર વાહન મળી કુલ 7 વાહનો ફાળવવામાં આવ્યા છે. આ તમામ બસો દરરોજ સવારે 7:00 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી શાળાના સમયપત્રક મુજબ સંચાલિત કરવામાં આવે છે. અંતરિયાળ ગામો માટે 4 વિશેષ રૂટની વ્યવસ્થા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સત્તામંડળે ગાડકોઈથી ગરુડેશ્વર, ગાડકોઈથી બોરીયા, મોખડીથી બોરીયા અને લીમડીથી બોરીયા એમ 4 અલગ-અલગ રૂટ નક્કી કર્યા છે. આ સુવિધાને કારણે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓના સમય અને નાણાં બંનેની બચત થઈ રહી છે. મફત અને સુવિધાયુક્ત પરિવહનને કારણે ગ્રામીણ બાળકો માટે શિક્ષણ મેળવવું વધુ સુલભ અને સરળ બન્યું છે, જે વાલીઓ માટે પણ મોટી રાહત સમાન છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ગાઇડ તહેનાત વિદ્યાર્થીઓની મુસાફરી સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ 6 ઈ-બસોમાં વિદ્યાર્થીઓની દેખરેખ માટે 6 સ્કૂલ બસ ગાઇડની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર બસ સેવા અને તેના સંચાલન પર સતત નજર રાખવા માટે સત્તામંડળ દ્વારા એક પોલીસ કર્મચારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ સુવિધાને કારણે વિદ્યાર્થીઓ નિયમિત અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને ₹1.50 લાખ ગાયબ:ડિસ્પ્લે બ્લેન્ક થઈ ને આપોઆપ ટ્રાન્ઝેક્શન થઈ ગયા, જૂનાગઢની મહિલા સાથે સાયબર ફ્રોડ આચરનાર 2 આરોપી જેલહવાલે
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment