Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ધ્વનિ સંગીત પરિવારે શ્રીકૃષ્ણ ભક્તિ કાર્યક્રમ યોજ્યો:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ₹1.50 લાખની સ્કોલરશીપની જાહેરાત પણ કરાઈ

    20 hours ago

    જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ પાટણમાં ધ્વનિ સંગીત પરિવારે "કૃષ્ણ: શરણં મમ" કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં "દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ" જેવા ભક્તિમય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ ધ્વનિ સંગીત પરિવારનો સતત ત્રીજો કાર્યક્રમ હતો.યુનિવર્સિટીના સૌથી મોટા 800 સીટની ક્ષમતાવાળા કન્વેન્શન હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. હોલ કૃષ્ણ ભક્તોથી ભરેલો હતો. ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગાયેલા કૃષ્ણ ભક્તિના ગીતોમાં શ્રોતાઓ રસતરબોળ થઈને ઝૂમી ઉઠ્યા હતા. ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ડી. પી. ઠક્કર એન્ડ કં. અને ગઝલ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો. પાટણના જાણીતા મહેમાનો જેવા કે કનુભાઈ પોપટ, જયેશભાઈ પરીખ, વિનોદભાઈ મોદી, ડૉ. માર્મિક મોદી, ડૉ. દેવલ મોદી, તુષારભાઈ શાહ, કેતનભાઈ પી. ગાંધી, ડૉ. જીગર ગાંધી, મતી મમતાબેન એમ. ગાંધી, મતી પરીનાબેન એન. ગાંધી, કૌશિકભાઈ સોની, હિતેશભાઈ પરીખ, ડૉ. પરિમલભાઈ જાની, ડૉ. દીપ શાહ અને રાજગોપાલ મહારાજાનું સ્વાગત સંસ્થાના ઉપ પ્રમુખ ડૉ. શૈલેશભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વ્યાસની ખાસ પ્રેરણાથી આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણ માટે ₹1,50,000/- સુધીની વિવિધ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કોલરશીપમાં દર વર્ષે કનુભાઈ પોપટ દ્વારા ₹60,000/-ની સ્કોલરશીપ, હાર્દિકભાઈ રાવલ દ્વારા ₹60,000/-ની સ્કોલરશીપ અને જયેશભાઈ પરીખ દ્વારા ₹25,000/-ની સ્કોલરશીપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કિરીટભાઈ ગાંધી, ઉર્ષીતભાઈ પારેખ (કેનેડા) અને કલ્પેશભાઈ વૈદ્ય (અમદાવાદ) દ્વારા પણ વિવિધ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી હતી. હરિ સ્તોત્રથી શરૂ કરીને " કૃષ્ણ: શરણં મમ" સુધીના ભક્તિગીતોના કાર્યક્રમમાં નાની બાળાઓથી લઈને અનુભવી ગાયકોએ એક પછી એક ગીતો રજૂ કર્યા હતા. તેમાં મધુરાષ્ટક, અચ્યુતમ કેશવમ, જગન્નાથ જગન્નાથ, મારા ઘટમાં બિરાજતા નાથજી, આજ મારા મંદિરીયામાં મ્હાલે નાથજી, મારે પાલવડે બંધાણો, બિનતી સુનીયે અને હવેલી બંધાવી દઉં જેવા ગીતોનો સમાવેશ થતો હતો. આ ગીતોએ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. સંસ્થાના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સમ્યક પારેખના કુશળ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થી કલાકારોએ પ્રદર્શન કર્યું હતું. ગાયક-ગાયિકાઓમાં ખ્યાતિ નાયક ભાવસાર, કુ. શિખા નાયક, ડૉ. માર્મિક મોદી, શીતલ રાજપૂત, મીનલ સ્વામી, કુ. વિદિશા મોદી, આત્મારામભાઈ નાયી, કુ. ઝીલ નાયક, કુ. આયુષી પ્રજાપતિ અને કુ. જીયા રાવલનો સમાવેશ થતો હતો. તેમણે યાદગાર ગીતો રજૂ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.આ કાર્યક્રમમાં સંગીતથી મનોરંજન પૂરું પાડનાર વાદ્યવૃંદમાં મયુર યોગી (કીબોર્ડ), જીગર બારોટ અને રિષભ નાયક (તબલા), સુનીલ પરમાર (ઢોલક), આકાશ વાઘેલા (પેડ), આલાપ પરીખ (વાંસળી), જીતેન્દ્રભાઈ મોદી (સાઈડ રીધમ) અને કલ્પેશ પ્રજાપતિ (બેઝ ગિટાર)નો મહત્વનો ફાળો રહ્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન ડૉ. શૈલેશભાઈ સોમપુરા, વિજયભાઈ ભાવસાર અને કિરીટભાઈ ગાંધીનો ખાસ સહયોગ રહ્યો હતો. અમદાવાદથી ખાસ પધારેલા તેજસભાઈ મજમુંદાર અને જ્યોતિબેન પટેલ દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં, સંસ્થાના મંત્રી અતુલભાઈ નાયકે તમામ દાતાઓ, શ્રોતાઓ અને કાર્યક્રમમાં ફાળો આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી:છીપવાડના જગન્નાથ મંદિરે 'ઝૂલતી મટકી' ફોડવાની વર્ષો જૂની પરંપરા સચવાઈ
    Next Article
    8 સપ્ટેમ્બરે PM મોદી નવસારીમાં:'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, SPGએ સુરક્ષા સંભાળી; 5-6 હજાર લોકો માટે ડોમ બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment