Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી:છીપવાડના જગન્નાથ મંદિરે 'ઝૂલતી મટકી' ફોડવાની વર્ષો જૂની પરંપરા સચવાઈ

    19 hours ago

    વલસાડના છીપવાડમાં આવેલા જગન્નાથ મંદિરે જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીં વર્ષો જૂની 'ઝૂલતી મટકી' ફોડવાની પરંપરા સ્થાનિક યુવાનોએ ઉત્સાહથી જાળવી રાખી છે. આ મટકી માનવ પિરામિડ બનાવીને નહીં, પરંતુ મંડળના સભ્યો દ્વારા દોરડા વડે ઝુલાવીને ફોડવામાં આવે છે. આ કદાચ ગુજરાતમાં એકમાત્ર આવી મટકી છે. આ પરંપરાની એક ખાસ વાત એ છે કે મટકી ફોડનાર યુવક અપરિણિત (કુવારો) હોવો જોઈએ. છેલ્લા 6 વર્ષથી કનૈયો બનીને મટકી ફોડતા સ્થાનિક યુવક શુભમ રાણાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અહીં મંડળના સભ્યો દ્વારા જ કનૈયાની પસંદગી કરવામાં આવે છે. આ મટકી ઉત્સવની બીજી એક ખાસિયત છે. અહીં કનૈયો બનેલો યુવક મટકી ફોડવા માટે સામાન્ય લાકડી નહીં, પણ હોકી સ્ટીકનો ઉપયોગ કરે છે. જન્માષ્ટમીના આગલા દિવસે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે. બીજા દિવસે સવારે 11 વાગ્યાથી દોરડા વડે મટકી ઝુલાવવાનું શરૂ કરવામાં આવે છે. બપોરે 12 થી 12:05 વાગ્યાની વચ્ચે કનૈયો આ ઝૂલતી મટકીને હોકીથી ફોડે છે. મટકી ફોડવાના આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં ઘણો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. કનૈયો મટકી ન ફોડી શકે તે માટે, અને ઝુલાવનારનું ધ્યાન ભંગ કરવા માટે લોકો મજાક-મસ્તીમાં તેમના પર પાણીના પાઉચ મારે છે. આ ઉત્સવ જોવા માટે માત્ર વલસાડ જ નહીં, પરંતુ આજુબાજુના નવસારી, સુરત તેમજ મુંબઈ અને દહાણુથી પણ મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓ છીપવાડ આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બચકું ભરીને યુવકની આંગળીનું ટેરવું કાપી નાખ્યું:કડીના રાજપુરમાં એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતાં હુમલો, ઓપરેશન કરવું પડ્યું
    Next Article
    પાટણમાં ધ્વનિ સંગીત પરિવારે શ્રીકૃષ્ણ ભક્તિ કાર્યક્રમ યોજ્યો:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ₹1.50 લાખની સ્કોલરશીપની જાહેરાત પણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment