Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બચકું ભરીને યુવકની આંગળીનું ટેરવું કાપી નાખ્યું:કડીના રાજપુરમાં એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતાં હુમલો, ઓપરેશન કરવું પડ્યું

    18 hours ago

    મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામમાં એક્ટિવા ધીમે ચલાવવાનું કહેવા જેવી સામાન્ય બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બાળકોને વાગી જવાની બીકે વાહન ધીમે ચલાવવાનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકના હાથની આંગળી પર જોરથી બચકું ભરી ટેરવું કાપી નાખ્યું હતું. બાળકો સાથે પાર્લર પર ગયેલા યુવક પર હુમલો રાજપુર (ડાભીનું પરૂ)માં રહેતા જીગરસિંહ ડાભી પોતાના બે બાળકો સાથે એક્ટિવા લઈને ગામના પાર્લર પર ગયા હતા. આ સમયે ગામના જ રોહિતસિંહ ડાભીએ પોતાનું એક્ટિવા જીગરસિંહની એકદમ નજીક લાવીને ઊભું રાખતાં, જીગરસિંહે વાહન ધીમે ચલાવવા કહ્યું હતું. આ સાંભળી રોહિતસિંહે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. બચકું ભરી આંગળીનું ટેરવું કાપી નાખતાં ઓપરેશન કરવું પડ્યું ઝઘડા દરમિયાન આરોપીએ જીગરસિંહના ડાબા હાથની પહેલી આંગળી પર જોરથી બચકું ભરી લેતાં આંગળીનું ટેરવું કપાઈને છુંદાઈ ગયું હતું. આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને કલોલની ઋગ્વેદ હોસ્પિટલ ખાતે ખસેડાતાં તેમની આંગળીનું ઓપરેશન કરવું પડ્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખટાસ ગામે હનુમાન મંદિરે ભક્તો ઉમટ્યા:શ્રાવણના છેલ્લા શનિવારે ભંડારાનું આયોજન, ફરાળ અને ભોજનની વ્યવસ્થા
    Next Article
    વલસાડમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી:છીપવાડના જગન્નાથ મંદિરે 'ઝૂલતી મટકી' ફોડવાની વર્ષો જૂની પરંપરા સચવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment