Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 સપ્ટેમ્બરે PM મોદી નવસારીમાં:'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, SPGએ સુરક્ષા સંભાળી; 5-6 હજાર લોકો માટે ડોમ બન્યો

    20 hours ago

    દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. તેઓ નવસારીના ગ્રીડ હાઈવે નજીક બનેલા AI-સજ્જ અને હાઈટેક જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલીવાર કોઈ જિલ્લા કક્ષાના પક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. આ કારણે જિલ્લા સંગઠન અને વહીવટી તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. વડાપ્રધાનના પ્રવાસને કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની ટીમે નવસારી પહોંચીને કાર્યક્રમ સ્થળ, હેલિપેડ અને આસપાસના વિસ્તારની સુરક્ષા સંભાળી લીધી છે. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા, રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે સંકલન કરી રહી છે. કાર્યક્રમ સ્થળે 5000 થી 6000 આમંત્રિતો આરામથી બેસી શકે તેવો મોટો એરકન્ડિશન્ડ ડોમ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ ઉપરાંત નવસારીના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષણવિદો અને વિવિધ સમાજના અગ્રણીઓને પણ ખાસ આમંત્રણ અપાયું છે. કાર્યક્રમના આયોજન માટે પ્રદેશ સંગઠનના નેતાઓ રોજ નવસારી કમલમ પહોંચીને તૈયારીઓ જોઈ રહ્યા છે. આજે પણ સંગઠનના અગ્રણીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને આમંત્રિતોની બેઠક વ્યવસ્થા તપાસીને જરૂરી સૂચનો આપ્યા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ધ્વનિ સંગીત પરિવારે શ્રીકૃષ્ણ ભક્તિ કાર્યક્રમ યોજ્યો:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ₹1.50 લાખની સ્કોલરશીપની જાહેરાત પણ કરાઈ
    Next Article
    ઊંઝા-પાટણ રોડ પર ગાયને બચાવવા જતાં ST બસ ઝાડીઓમાં ઘૂસી:મુસાફરોનો આબાદ બચાવ, કલોલ ડેપોની બસ પાટણથી સરખેજ જતી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment