Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસાની ઉઘરાણીના નામે ગુંડાગીરી, મિત્રના જ દીકરાએ છ ફડાકા ઝીંક્યા:સુરતમાં ₹1.50 લાખનો હિસાબ કરવા યુવકને ઓફિસ બોલાવ્યો, ખુરશીમાં બેસાડી માર માર્યો

    9 hours ago

    સુરતના મોટા વરાછામાં બાકી પૈસાની ઉઘરાણીને લઈ એક યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ઉત્રાણ પોલીસે તાબડતોબ ત્રણ આરોપીઓને દબોચ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યા બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા. ₹3 લાખમાંથી ₹1.50 લાખ પરત આપવાના બાકી હતા ફરિયાદી કેતન વાઘાણીએ તેમના મિત્ર દીપક કોશિયા પાસેથી આશરે ચારેક મહિના પહેલાં ₹3 લાખ હાથ ઉછીના લીધા હતા, જેમાંથી તેમણે ₹1.50 લાખ પરત ચૂકવી દીધા હતા, પરંતુ બાકીના ₹1.50 લાખ આપવાના બાકી હતા. આ પૈસાની પઠાણી ઉઘરાણી કરવા માટે દીપક કોશિયાનો પુત્ર તારક સતત દબાણ કરતો હતો. ત્યારબાદ ફરિયાદીને મોટા વરાછા અબ્રામા રોડ સ્થિતિ શાંતિનિકેતન ફ્લોરાની ઓફિસ નં.207 આર્યા એક્સપોર્ટ ખાતે હિસાબ કરવાના બહાને બોલાવ્યા હતા. ફરિયાદીને ઢોર માર મારી જાનથી મારવાની ધમકી આપી ફરિયાદી ઓફિસે પહોંચતા જ તારક કોશિયા અને તેના અન્ય સાગરીતોએ ગાળાગાળી કરી પૈસા આજે ને આજે જ જોઇશે તેમ કહી એક પછી એક છ લાફા માર્યા હતા આ ઉપરાંત ઢીકા-પાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ માર મારવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયો સામે આવતા પોલીસે ભોગ બનનારને શોધ્યા આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.આર. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પોલીસના ધ્યાને એક વાઈરલ વીડિયો આવ્યો હતો, જે ઉત્રાણ વિસ્તારનો હોવાનું જાણવા મળતા તાત્કાલિક ભોગ બનનાર ફરિયાદીને શોધી કાઢી તેમની ફરિયાદ નોંધી હતી. વીડિયો અંદાજે એકાદ મહિના જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફરિયાદીની રજૂઆતના આધારે મારપીટ અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો કોના દ્વારા વાઈરલ કરવામાં આવ્યો હતો તેમજ આરોપીઓ સામે અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે અંગે પણ હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં 'વિકસિત ભારત 2047' પર તાલુકાકક્ષાની સ્પર્ધા યોજાઈ:વક્તૃત્વ અને ચિત્ર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધાર્યું
    Next Article
    લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ:નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો, અનેક લોકોએ કર્યું રક્તદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment