Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ:નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો, અનેક લોકોએ કર્યું રક્તદાન

    8 hours ago

    લુણાવાડાના ફુવારા ચોક સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન શિબિર યોજાઈ. તેનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય કચેરી, લુણાવાડાએ મહીસાગર જિલ્લા આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રીતે કર્યું. શિબિરનો મુખ્ય હેતુ ઇમરજન્સીમાં દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે રક્ત એકઠું કરવાનો હતો. લુણાવાડા શહેર અને આસપાસના અનેક નાગરિકોએ આ સેવા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો. "એક યુનિટ રક્તદાનથી ત્રણ વ્યક્તિના જીવનને મદદ મળી શકે છે" આ સંદેશને સાચો ઠેરવતા મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું. પુરુષોની સાથે મહિલાઓએ પણ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એસ. જે. પંચાલના માર્ગદર્શન હેઠળ શિબિર સફળ બની. મેડિકલ ટીમ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્વયંસેવી સંસ્થાઓનો સહયોગ મળ્યો. આયોજકોએ રક્તદાતાઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    પૈસાની ઉઘરાણીના નામે ગુંડાગીરી, મિત્રના જ દીકરાએ છ ફડાકા ઝીંક્યા:સુરતમાં ₹1.50 લાખનો હિસાબ કરવા યુવકને ઓફિસ બોલાવ્યો, ખુરશીમાં બેસાડી માર માર્યો
    Next Article
    ગોધરામાં સોની સમાજની 200 વર્ષ જૂની પરંપરા જળવાઈ રહી:ભવ્ય નવચંડી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સુખ-શાંતિ માટે કરાઈ પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment