Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સોની સમાજની 200 વર્ષ જૂની પરંપરા જળવાઈ રહી:ભવ્ય નવચંડી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સુખ-શાંતિ માટે કરાઈ પ્રાર્થના

    7 hours ago

    ગોધરા શહેરમાં સોની સમાજની 200 વર્ષ જૂની પરંપરા જળવાઈ રહી છે. સોની સમાજ નવ યુવક મંડળ દ્વારા ભવ્ય 'નવચંડી મહાયજ્ઞ'નું આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી સમાજ અને માનવજાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. યજ્ઞશાળામાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંત્રોચ્ચાર અને આહુતિઓ અપાઈ, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું. આ પ્રસંગે સોની સમાજના વરિષ્ઠ આગેવાનો, સામાજિક કાર્યકરો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. સૌએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો. સમાજના તમામ વર્ગો વચ્ચે એકતા અને સદ્ભાવનો માહોલ જોવા મળ્યો. કાર્યક્રમની સફળતા પાછળ સોની સમાજ નવ યુવક મંડળના યુવાનોની મહેનત હતી. યુવાનોએ સારી વ્યવસ્થા ગોઠવી આ મહાયજ્ઞને સફળ બનાવ્યો. આ આયોજનથી નવી પેઢી પણ આ 200 વર્ષ જૂની પરંપરાને ગર્વથી આગળ વધારી રહી છે તે સાબિત થયું.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરમાં રક્તદાન શિબિર યોજાઈ:નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો, અનેક લોકોએ કર્યું રક્તદાન
    Next Article
    Gandhinagar GMC News | ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ચહલપહલ તેજ | GMC Election | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment