Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર શાળામાં વૃક્ષારોપણ:દિવ્ય ભાસ્કરે 'એક વૃક્ષ એક જીવન' અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા

    1 day ago

    જોરાવરનગરની PM SHRI પે. સેન્ટર શાળા નંબર–7 ખાતે 'એક વૃક્ષ એક જીવન' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને અખબાર વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો. સુરેન્દ્રનગર દિવ્ય ભાસ્કરની ટીમે શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ વિષે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા. આ કાર્યક્રમમાં પ્રકૃતિપ્રેમી રામજીભાઈ પનારા, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો, યુથ એન્ડ ઇકો ક્લબના સંચાલક હસમુખભાઈ ચાવડા, દિવ્ય ભાસ્કર સર્ક્યુલેશન વિભાગના હરદીપસિંહ રાણા, શાળાના આચાર્ય અને સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવી વધુ વૃક્ષારોપણ કરવા પ્રેરણા આપવામાં આવી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને અશ્વગંધાના બીજ સાથેના અખબારોનું વિનામૂલ્યે વિતરણ કરાયું. આ પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો. વિજયભાઈ ચૌહાણે 'એક વૃક્ષ એક જીવન' અભિયાનની વિસ્તૃત માહિતી આપી. તેમણે દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી. દિવ્ય ભાસ્કર દ્વારા પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વધુ વૃક્ષારોપણ કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    સંજુ સેમસનની ટીમમાંથી બાદબાકી નથી થઈ:ભવિષ્યના મોટા પ્લાન અંતર્ગત BCCIનો નિર્ણય; ઝિમ્બાબ્વે પ્રવાસ '2028 ટી-20 વર્લ્ડ કપ'ની તૈયારીનો ભાગ
    Next Article
    તાપીમાં અતિભારે વરસાદ, નદીઓ ભયજનક સપાટી પર:ચોવીસ કલાકના ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ , વહીવટી તંત્ર એલર્ટ, વાલોડમાં 200 લોકોનું સુરક્ષિત સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment