Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં 'વિકસિત ભારત 2047' પર તાલુકાકક્ષાની સ્પર્ધા યોજાઈ:વક્તૃત્વ અને ચિત્ર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધાર્યું

    9 hours ago

    મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બી.આર.સી. ભવન ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'વિકસિત ભારત 2047' વિષય પર તાલુકાકક્ષાની વક્તૃત્વ અને ચિત્ર પ્રદર્શન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધાનો હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રનિર્માણની ભાવના અને કલા કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો. તાલુકાના વિવિધ ક્લસ્ટરોમાંથી પ્રથમ સ્થાન મેળવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડૉ. કિર્તીભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાકેશભાઈ હાજર રહ્યા. નગરપાલિકા-તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના અગ્રણીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને ઉજાગર કરતી વાગ્છટા અને મૌલિક ચિત્રકળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરાયા. મહાનુભાવોએ તેમને જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી.
    Click here to Read More
    Previous Article
    Tajinderpal Singh Toor's Hat-trick Bid Ends In Silver As Rain, Injuries Hamper Indian Shot-Putter At Asian Games 2026
    Next Article
    પૈસાની ઉઘરાણીના નામે ગુંડાગીરી, મિત્રના જ દીકરાએ છ ફડાકા ઝીંક્યા:સુરતમાં ₹1.50 લાખનો હિસાબ કરવા યુવકને ઓફિસ બોલાવ્યો, ખુરશીમાં બેસાડી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment