Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹15 લાખના રોકાણ પર મહિને ₹2.50 લાખ વળતર મળશે!:વડોદરાના બ્રોકરને લાલચ આપી મિત્રએ જ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

    20 hours ago

    વડોદરામાં રહેતા અને બ્રોકરનું કામ કરતા વેપારીને અમદાવાદના મિત્રએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. બ્રોકરને મહિલા મિત્રએ એક સ્ટોક માર્કેટની કંપની ચલાવતા વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. કંપનીમાં 15 લાખનું રોકાણ કરશે તો મહિને 2.50 લાખ વળતર મળશે તેવી લાલચ આપી હતી. બ્રોકરે લાલચમાં આવીને રોકાણ કર્યું, પરંતુ સામે વળતર કે રોકાણ કરેલી રકમ પણ પરત ન મળતા ચાંદેખડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મિત્ર સોનિયાએ સ્ટોક માર્કેટ કંપનીના માલિક સાથે સંપર્ક કરાવ્યો વડોદરામાં રહેતા પરવેઝ સૈયદે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બ્રોકરેજનું કામ કરે છે. દોઢ વર્ષ અગાઉ તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમની મિત્ર સોનિયા શેખે તેમને બિલ્ડ ફ્યુચર નામની એક સ્ટોક માર્કેટ કંપનીના માલિક જયેશ શાહ સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ કંપનીમાં 15 લાખનું રોકાણ કરશો તો તેની સામે કંપની દ્વારા દર મહિને 2.50 લાખ રૂપિયા વળતર પેટે મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જે બાદ અવારનવાર પરવેઝભાઈને ફોન કરીને રોકાણ માટે વાતચીત કરવામાં આવતી હતી. અંતે પરવેઝભાઈ રોકાણ કરવા તૈયાર હતા. તેમણે 15 લાખ રૂપિયા આપ્યા હતા. ચેક રિર્ટન થતા ઠગાઈની ફરિયાદ નોંધાવી પૈસા આપ્યા બાદ બે મહિના સુધી કોઈ વળતર મળ્યું ન હતું. જેથી પરેશભાઈએ તેમની મિત્ર સોનિયાને પૂછ્યું તો સોનિયા જણાવ્યું કે, હાલ જયેશભાઈ તકલીફમાં છે, પણ તમારા પૈસા પરત મળી જશે. જગતપુર ખાતે આવેલી જયેશની ઓફિસે તપાસ કરતા ઓફિસ છેલ્લા બે વર્ષથી બંધ છે અને જયેશ કેટલાક લોકો સાથે આ પ્રમાણે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. પરવેઝભાઈએ જયેશ આપેલો ચેક બેંકમાં ભર્યો ત્યારે ચેક રિટર્ન થયો હતો. જેથી તેમની સાથે પણ ઠગાઈ થઈ હોવાની જાણ થતા પરવેઝભાઈએ તેમની મિત્ર સોનિયા શેખ અને જયેશ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    150થી વધુ વિધવા મહિલાઓને ચીજવસ્તુઓ આપી:સુરેન્દ્રનગરમાં નિર્ધાર વિધવા મહિલા ટ્રસ્ટે દિવાળી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
    Next Article
    પાંડેસરામાં પ્રિન્ટિંગના વેપારી સાથે ₹ 13.50 લાખની છેતરપિંડી:તેલંગણાની બે પેઢી અને દલાલ સામે ગુનો નોંધાયો, દલાલના કહેવાથી કાપડનો જથ્થો મોકલાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment