Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં પ્રિન્ટિંગના વેપારી સાથે ₹ 13.50 લાખની છેતરપિંડી:તેલંગણાની બે પેઢી અને દલાલ સામે ગુનો નોંધાયો, દલાલના કહેવાથી કાપડનો જથ્થો મોકલાયો હતો

    19 hours ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રિન્ટિંગ ફેબ્રિક્સનો વ્યવસાય કરતા વેપારી હરેશભાઈ જાદવભાઈ સીસરા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ગંભીર ઘટના સામે આવી છે. ડિસેમ્બર-2024 દરમિયાન દલાલ શિવાભાઈના સંપર્કથી હરેશભાઈએ પોતાના મિત્ર પાસેથી ₹8.52 લાખથી વધુની કિંમતનું કાપડ ખરીદી પોતાની ફેક્ટરીમાં ₹5.48 લાખનું જોબવર્ક કરાવ્યું હતું. આ તૈયાર માલ દલાલ શિવાભાઈની સૂચના મુજબ તેલંગણામાં ‘કાવ્યા ફેશન’ અને ‘એ.કે. ગારમેન્ટ’ નામની પેઢીઓના સરનામે મોકલી આપવામાં આવ્યો હતો. માત્ર ₹50,000 ચૂકવી બાકીની રકમ માટે અવારનવાર વાયદા કર્યા વેપારની શરૂઆતમાં આરોપીઓએ માત્ર ₹50,000 ચૂકવ્યા હતા, જ્યારે બાકીના નાણાં ચૂકવવા બાબતે તેઓ સતત ખોટા વાયદા કરતા રહ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં મિત્રના કાપડના ₹8,02,117 અને જોબવર્કના ₹5,48,266 મળી કુલ ₹13,50,383 ની માતબર રકમ ચૂકવવામાં આવી નહોતી. એટલું જ નહીં, સમય જતાં આરોપીઓએ વેપારીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દઈ ઉઘાડો વિશ્વાસઘાત આચર્યો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દલાલ શિવાભાઈ તેમજ તેલંગણાના કન્ના રાની સરંગમ અને અનિલકુમાર ચકિનાલાએ સાથે મળી ગુનાઇત કાવતરું રચી ઠગાઈ આચરી હોવાનું સ્પષ્ટ થતાં ભોગ બનનાર વેપારી હરેશભાઈ સીસરાએ પાંડેસરા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ₹15 લાખના રોકાણ પર મહિને ₹2.50 લાખ વળતર મળશે!:વડોદરાના બ્રોકરને લાલચ આપી મિત્રએ જ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો
    Next Article
    દૂધરેજ વડવાળા ધામ રોશનીથી ઝળહળ્યું:દિવાળી નિમિત્તે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટોની સજાવટ; બેસતા વર્ષે દર્શન માટે ભક્તો ઉમટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment