Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક બની આવેલા ગઠિયાએ મોબાઈલ તફડાવ્યો.:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ₹15 હજારનો મોબાઈલ ચોરી પલાયન: જૂનાગઢમાં દુકાનદારની નજર ચૂકવી હાથફેરો કરવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

    11 hours ago

    જૂનાગઢના વ્યસ્ત ગણાતા કળવા ચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે બપોરના સમયે એક અજાણ્યો યુવક ગ્રાહક બનીને મોબાઈલની દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનદારની નજર ચૂકવી ટેબલ પર પડેલો ₹15,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોમવારે બપોરે જ્યારે દુકાનમાં ગ્રાહકોની અવરજવર હતી ત્યારે આ યુવક મોબાઈલ ખરીદવાના બહાને આવ્યો હતો. તેણે દુકાનદાર પાસે અલગ-અલગ મોડલ જોવા માટેની માંગણી કરી હતી.દુકાનદારે વિશ્વાસ રાખી તેને મોબાઈલ બતાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવકે તક જોઈને ₹15,000ની કિંમતનો એક ડેમો મોબાઈલ પોતાના હાથમાં રાખ્યો હતો અને જેવો દુકાનદાર અન્ય કામમાં કે બીજા ગ્રાહક સાથે વ્યસ્ત થયો, કે તરત જ તેણે અત્યંત ચાલાકીથી મોબાઈલ પોતાના ખિસ્સામાં સરાવી દીધો હતો. ત્યારબાદ તે કોઈને શંકા ન જાય તે રીતે ચૂપચાપ દુકાનમાંથી બહાર નીકળી પલાયન થઈ ગયો હતો. થોડીવાર બાદ જ્યારે દુકાનદારે મોબાઈલની ગણતરી કરી ત્યારે એક હેન્ડસેટ ઓછો માલૂમ પડ્યો હતો. શરૂઆતમાં દુકાનદારને લાગ્યું કે કદાચ આસપાસના કોઈ અન્ય વેપારી મોબાઈલ જોવા માટે લઈ ગયા હશે, પરંતુ આજુબાજુમાં તપાસ કરતા કંઈ જાણવા મળ્યું નહોતું. અંતે શંકા જતાં દુકાનદારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ વેપારીના હોશ ઉડી ગયા હતા, કારણ કે જે યુવક ગ્રાહક બનીને આવ્યો હતો તે સ્પષ્ટપણે મોબાઈલ ચોરી કરતો નજરે પડ્યો હતો. આ મામલે મોબાઈલ દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુકાનદારે જણાવ્યું હતું કે, ગઠિયો એટલો શાતિર હતો કે તેણે કોઈને ખબર ન પડે તેમ સેકન્ડોના ભાગમાં જ હાથફેરો કરી લીધો હતો. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી, તેના આધારે ગઠિયાની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી:6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    Next Article
    વલસાડના 'મિની અયોધ્યા' રામજી મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી:વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના, ભગવાન શ્રીરામનો અભિષેક, શૃંગાર, મહાઆરતી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment