Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી:6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

    12 hours ago

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્ય પર બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય આ 2 દિવસ દરમિયાન 30 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. એ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 28 અને 29 માર્ચ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌથી વધારે 38.5 ડિગ્રી અમરેલીમાં તાપમાન નોંધાયું છે. રાજકોટ 38 ડિગ્રી તાપમાન નોંધાયું.અમદાવાદ 37 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું. લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 26નાં મોત:6 લોકોનો જીવ બચાવાયો, બસને મોટી બોટ પર ચઢાવતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો
    Next Article
    ગ્રાહક બની આવેલા ગઠિયાએ મોબાઈલ તફડાવ્યો.:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ₹15 હજારનો મોબાઈલ ચોરી પલાયન: જૂનાગઢમાં દુકાનદારની નજર ચૂકવી હાથફેરો કરવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment