Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના 'મિની અયોધ્યા' રામજી મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી:વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના, ભગવાન શ્રીરામનો અભિષેક, શૃંગાર, મહાઆરતી કરાઈ

    9 hours ago

    વલસાડના કોસંબા રોડ પર આવેલા 'મિની અયોધ્યા' રામજી મંદિરે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી સાથે વિશ્વશાંતિ અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના કરાઈ હતી. 350 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરમાં ભગવાન શ્રીરામનો અભિષેક, શૃંગાર અને મહાઆરતીનું આયોજન થયું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત મહામંડલેશ્વર કિશોરદાસજી મહારાજે જણાવ્યું કે, વર્ષ 2016થી અહીં અયોધ્યાના ભવ્ય રામ મંદિરના મોડેલ જેવું જ આબેહૂબ મોડેલ તૈયાર હતું. અયોધ્યા મંદિરના નિર્માણ બાદ તેની સરખામણી થતાં લોકોએ તેને 'મિની અયોધ્યા' નામ આપ્યું છે. આ મંદિરનો ઇતિહાસ સાડા ત્રણસો વર્ષ જૂનો છે, જે દુધાધારી મહારાજથી શરૂ થયેલી પરંપરાનો ભાગ છે. હાલ નવમી પેઢીના સંતો અહીં સેવા આપી રહ્યા છે. આ સ્થળ સંતોની તપોભૂમિ ગણાય છે, જ્યાં વર્ષોથી ગૌસેવા અને સંત સેવાની પરંપરા જળવાઈ રહી છે. રામનવમી નિમિત્તે 5 થી 7 હજાર ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ચાલી રહેલા યુદ્ધો અને અશાંતિના માહોલ વચ્ચે મહંતે વિશેષ પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે, વિશ્વ સ્તર પર ચાલી રહેલા સંઘર્ષોમાંથી મુક્તિ મળે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ભગવાન રામના ચરણોમાં અપીલ કરાઈ છે. આ સાથે જ, દેશની સુરક્ષા અને સંસ્કૃતિને જાળવી રાખનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પણ સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે યોજાયેલી આ રામ જન્મોત્સવની ઉજવણી વલસાડ જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહક બની આવેલા ગઠિયાએ મોબાઈલ તફડાવ્યો.:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ₹15 હજારનો મોબાઈલ ચોરી પલાયન: જૂનાગઢમાં દુકાનદારની નજર ચૂકવી હાથફેરો કરવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ.
    Next Article
    H D Kumaraswamy agrees to mediation in dispute with IPS officer M Chandrashekar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment