Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીતા અંબાણીએ પહેર્યું ₹15 કરોડનું પતંગિયું!:તૈયાર થવામાં 10 વર્ષનો સમય લાગ્યો, કરીના કપૂરની આંખો પણ પહોળી થઈ ગઈ; જાણો બ્રોચની ખાસિયત

    9 hours ago

    રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી તેમના રોયલ લુક અને આકર્ષક જ્વેલરી કલેક્શન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુંબઈ સ્થિત NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) ખાતે નવી 'લાઈબ્રેરી'ના લોન્ચિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીના એક ખાસ બ્રોચ પર લોકોની નજરો અટકી ગઈ હતી. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની પણ આ અનોખા બ્રોચને જોઈ આંખો પહોળી થઈ ગઈ અને તેને અડીને જોવા લાગી. શું છે આ બ્રોચની ખાસિયત? નીતા અંબાણીએ તેમના બ્લેઝર પર એક ડ્રેગનફ્લાઈની ડિઝાઈનવાળું શાનદાર બ્રોચ પહેર્યું હતું. આ બ્રોચ વિશ્વપ્રસિદ્ધ ચીની જ્વેલરી આર્ટિસ્ટ વાલેસ ચાન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેનું નામ ‘સોઅરિંગ સ્પિરિટ’ રાખવામાં આવ્યું છે. આ અનોખા અને કોમપ્લેક્સ ડિઝાઈનવાળા બ્રોચને તૈયાર કરવામાં એક દાયકો એટલે કે 10 વર્ષનો સમય લાગ્યો છે. બ્રોચમાં 17.67 કેરેટની કિંમતી ત્સવોરાઈટ ગાર્ને, ડીમેન્ટોઈડ ગાર્નેટ, યલો ડાયમંડ, વ્હાઈટ ડાયમંડ, કલર્ડ ડાયમંડ, રૂબી, પિંક સૅફાયર અને સ્પેશિયલ ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રોચને ખાસ ફ્લેક્સિબલ ટાઈટેનિયમથી તૈયાર કરાયું છે, જેથી પહેરનાર વ્યક્તિની હલચલ સાથે ડ્રેગનફ્લાઈની પાંખો પણ કુદરતી રીતે હલનચલન કરે છે. તેની પાંખોની ડિઝાઈન ‘એબેકસ’થી પ્રેરિત છે. કેટલી છે આ બ્રોચની કિંમત? આંતરરાષ્ટ્રીય બજાર અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ, કિંમતી હીરા અને 10 વર્ષની અદ્ભુત કારીગરીથી બનેલા આ સોઅરિંગ સ્પિરિટ બ્રોચની અંદાજિત કિંમત 1.5 થી 1.8 મિલિયન ડૉલર છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ બ્રોચની કિંમત આશરે ₹12 કરોડથી ₹15 કરોડ જેટલી થાય છે! ડિઝાઈન પાછળનો ખાસ મેસેજ ડ્રેગનફ્લાઈ માત્ર એક ડિઝાઈન નથી, પરંતુ તે સપનાઓ, આઝાદી, પરિવર્તન અને અનંત શક્યતાઓનું પ્રતીક માનવામાં આવે છે. NMACC ની લાઈબ્રેરીના શુભારંભ પ્રસંગે જ્ઞાન, વાંચન અને વિચારોની આઝાદીને પ્રોત્સાહન આપવા માટે નીતા અંબાણીએ આ ખાસ મેસેજ આપતી એક્સેસરી પસંદ કરી હતી. નીતા અંબાણીનો ઓવરઓલ લુક ઈવેન્ટ માટે નીતા અંબાણીએ ક્લાસી 'પાવર ડ્રેસિંગ' લુક પસંદ કર્યો હતો. તેમણે બેજ કલરનું લિનન પૅન્ટસૂટ પહેર્યું હતું. બ્લેઝરની અંદર સેમ કલર ટોનનો ડેલિકેટ લેસ ટોપ પેર કર્યું હતું. જ્વેલરીમાં તેમણે હાથમાં મોટી ડાયમંડ સ્ટેટમેન્ટ રિંગ, લેધર સ્ટ્રેપવાળી લક્ઝરી વોચ અને સિમ્પલ ડાયમંડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. સોબર અને ન્યુટ્રલ કપડાં સાથે માત્ર આ કિંમતી ડ્રેગનફ્લાઈ બ્રોચને હાઈલાઈટ કરીને તેમણે પોતાના લુકને આકર્ષક અને રોયલ બનાવ્યો હતો. જુઓ ઇવેન્ટની તસવીરો- ‘ધ લાઇબ્રેરી’ શું છે? NMACC મુજબ, આ નવી જગ્યા પુસ્તકો અને નવા વિચારોમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. અહીં લોકો પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકશે. સાથે જ, ચર્ચા અને ક્રિએટિવ વર્કશોપ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. તેનો હેતુ વાંચનની આદતને પ્રોત્સાહન આપવાનો અને લોકોને કલા-સંસ્કૃતિ સાથે જોડવાનો છે. અહીં પુસ્તકો વાંચવાની સાથે ખાવા-પીવા અને સાથે સમય પસાર કરવાનો અનુભવ પણ મળશે. ‘ધ લાઇબ્રેરી’ 1 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાય છે. અહીં કાવ્યપઠન, વાર્તા સંભળાવવાના સત્રો, બુક ક્લબ, ક્રિએટિવ વર્કશોપ અને પરિવારો માટે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે રોહિત-કોહલી રમતા જોવા મળશે:ન્યૂઝીલેન્ડ સામે પહેલી વન-ડે; ઑકલેન્ડમાં 50-55 મીટર બાઉન્ડરી, હાઈ સ્કોરિંગ મેચની આશા
    Next Article
    આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો રદ્દ:સમલૈંગિક પાર્ટનરથી HIV થયો, સુસાઇડ નોટમાં પાર્ટનર ધમકી આપતો હોવાનો આક્ષેપ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment