Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રોહિત-કોહલી રમતા જોવા મળશે:ન્યૂઝીલેન્ડ સામે પહેલી વન-ડે; ઑકલેન્ડમાં 50-55 મીટર બાઉન્ડરી, હાઈ સ્કોરિંગ મેચની આશા

    8 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. તેનો પહેલો મુકાબલો આજે ઑકલેન્ડના ઈડન પાર્કમાં સવારે 7:30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એકવાર ફરી ભારતીય જર્સીમાં રમશે. વળી, આ મેચ હાઈ સ્કોરિંગ રહેવાની પૂરી સંભાવના છે. તેનું કારણ છે ઑકલેન્ડનું મેદાન, જેની બાઉન્ડરી માત્ર 50-55 મીટર છે. જાન્યુઆરી 2020 પછી ઈડન પાર્કમાં થયેલી 4 વન-ડેમાંથી 3 પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી છે. આ દરમિયાન પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 286 રન રહ્યો છે. ભારતે 63 વખત વન-ડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 123 વન-ડે મુકાબલા રમાયા છે. તેમાં ભારતે 63 અને ન્યૂઝીલેન્ડે 52 મેચ જીતી છે. એક મુકાબલો ટાઈ રહ્યો, જ્યારે 7 મેચ અનિર્ણીત રહ્યા. જોકે, ન્યૂઝીલેન્ડે આ જ વર્ષે ભારતમાં થયેલી ગત વન-ડે સિરીઝ 2-1થી જીતી હતી. શ્રેયસ અય્યર પરત ફરશે, કુલદીપ-નમનમાં મુકાબલો ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરના નંબર-4 પર પરત ફરવાની પૂરી સંભાવના છે. તે વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સંભાળશે. પ્લેઇંગ-11માં નમન ધીર અને કુલદીપ યાદવમાંથી કોઈ એકને તક મળી શકે છે. ગિલને મિડલ ઓવર્સમાં જૂના બોલથી વિકેટ કાઢનારા બોલરની જરૂર છે. લાંબા કદનો ઝડપી બોલર ગુરનૂર બરાર આ ભૂમિકામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ભારત આ સિરીઝમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા વિના મેદાને ઉતરશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ આ વર્ષે ટીમનો સર્વશ્રેષ્ઠ બેટર રહ્યો છે. તેણે 12 વન-ડેમાં 895 રન બનાવ્યા છે. બોલિંગમાં ગુરનૂર બરારે 9 મેચમાં 14 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડને ઈજાગ્રસ્ત કોનવે, ચેપમેન અને રચિનની ખામી ખટકશે ન્યૂઝીલેન્ડની ટીમ માર્ક ચેપમેન અને રચિન રવીન્દ્ર વિના રમશે. વળી, ડેવોન કોનવે ટ્રેનિંગ દરમિયાન મેટ હેનરી સાથે અથડાઈ ગયો હતો અને પ્રથમ વન-ડેથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ટિમ સેફર્ટને ટીમમાં સામેલ કર્યો છે. ન્યૂઝીલેન્ડ પાસે ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટૉમ લેથમ અને માઈકલ બ્રેસવેલ જેવા બેટર્સ છે. બોલિંગમાં મિચેલ સેન્ટનર, કાઇલ જેમિસન અને મેટ હેનરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટીમ માટે આ વર્ષે ડેરીલ મિચેલે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 6 વન-ડે મેચમાં 473 રન બનાવ્યા છે. બોલિંગમાં માઈકલ બ્રેસવેલે 8 મેચમાં 9 વિકેટ ઝડપી છે. ઑકલેન્ડમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે ઑકલેન્ડના ઈડન પાર્ક પર હવા અને ઠંડીના કારણે ઝડપી બોલરોને પણ મદદ મળી શકે છે. ભારતીય કેપ્ટન ગિલે પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઑકલેન્ડમાં તેજ હવા અને ઠંડા વાતાવરણ સાથે તાલમેલ બેસાડવો પડકારજનક હશે. તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પણ પીચ પર સારો ઉછાળ મળવાની આશા વ્યક્ત કરી છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર/કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ટૉમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી અને મેટ હેનરી.
    Click here to Read More
    Previous Article
    दिल्ली में प्रदूषण खत्म करने वाला उपाय ही बढ़ा रहा मुसीबत? हवा भी खराब और ट्रैफिक में हालत भी
    Next Article
    નીતા અંબાણીએ પહેર્યું ₹15 કરોડનું પતંગિયું!:તૈયાર થવામાં 10 વર્ષનો સમય લાગ્યો, કરીના કપૂરની આંખો પણ પહોળી થઈ ગઈ; જાણો બ્રોચની ખાસિયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment