Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના શારદા સ્કિલ સેન્ટરમાં હેપેટાઇટિસ અને હેલ્થ જાગૃતિ કેમ્પ યોજાયો:આરોગ્ય વિભાગ દ્વારા યુવાનોને હેપેટાઇટિસ, HIV અને ટીબી અંગે માર્ગદર્શન અપાયું

    7 hours ago

    ભુજના શારદા સ્કિલ સેન્ટરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એકીકૃત વેલનેસ કેમ્પ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "Hepatitis: Let's Break It Down" થીમ પર યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં હેપેટાઇટિસ, HIV, ક્ષયરોગ (ટીબી) અને જાતીય સંક્રમિત ચેપ (STI) અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાનો હતો. આ કેમ્પ દ્વારા રોગો અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને સમયસર તપાસ તેમજ સારવાર માટે યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો.કેમ્પ દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને હેપેટાઇટિસના વિવિધ પ્રકારો, સંક્રમણના કારણો, બચાવના ઉપાયો, હેપેટાઇટિસ-બી રસીકરણનું મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી વિશે માહિતી આપી હતી. HIV, ટીબી અને STI જેવા ચેપી રોગો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા. નિષ્ણાતોએ તેમની શંકાઓનું નિરાકરણ કરતા યુવાનોમાં આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી હતી.જિલ્લા ક્ષય અધિકારી અને જિલ્લા એઇડ્સ નિયંત્રણ અધિકારી ડૉ. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ, DISHAના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. જેમાં HIV, RPR (સિફિલિસ) અને હેપેટાઇટિસ-બી માટે કુલ 16 લાભાર્થીઓની સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી હતી. લાભાર્થીઓને વ્યક્તિગત આરોગ્ય સલાહ, કાઉન્સેલિંગ અને જરૂરી ફોલો-અપ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમના સફળ આયોજનમાં ઇલાબેન ગોસ્વામી, પૂર્વીબેન ગોસ્વામી, આરતીબેન ગઢવી, HCTS ટીમના કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્મા, લેબોરેટરી ટેક્નિશિયન દિપ્તીબેન શુક્લા અને શારદા સ્કિલ સેન્ટરના મેનેજર નીતીનભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે CSO સુરેશભાઈ અને DISHA-DAPCU ટીમ પણ ઉપસ્થિત રહી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો યુવાનોમાં સમયસર તપાસ, રસીકરણ અને સારવાર પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવામાં મદદરૂપ થાય છે. આગામી સમયમાં પણ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાય સ્તરે આવા કાર્યક્રમો યોજીને આરોગ્યપ્રદ અને જાગૃત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મદ્રેસામાં ધાર્મિક શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ:બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવા લખાણ મળ્યા, ફંડિગ કરનારાઓની પૂછપરછ શરૂ
    Next Article
    વલસાડમાં STP ખાતે વરસાદી પાણીમાં ત્રણ મજૂર ફસાયા:NDRFની ટીમે સમયસૂચકતા દાખવીને ત્રણેય મજૂરોને સુરક્ષિત રીતે બચાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment