Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં STP ખાતે વરસાદી પાણીમાં ત્રણ મજૂર ફસાયા:NDRFની ટીમે સમયસૂચકતા દાખવીને ત્રણેય મજૂરોને સુરક્ષિત રીતે બચાવી લીધા

    7 hours ago

    વલસાડ શહેરના પાલીહિલ વિસ્તારમાં આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે એક મોટી દુર્ઘટના ટળી છે. કામગીરી દરમિયાન વરસાદી પાણીમાં ફસાયેલા ત્રણ મજૂરોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધા હતા. NDRFની સમયસર અને ઝડપી કામગીરીને કારણે ત્રણેય મજૂરોનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાલીહિલ પાછળ આવેલા STP પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ત્રણ મજૂરો અચાનક પ્લાન્ટની અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પ્રશાસને તાત્કાલિક NDRFની ટીમને જાણ કરી હતી. કોલ મળતાં જ NDRFની વિશેષ ટીમ આધુનિક બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણી અને પ્લાન્ટની જટિલ રચના છતાં, NDRFના જવાનોએ કોઈ પણ વિલંબ કર્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને સમયસૂચકતા દાખવીને ટીમે એક પછી એક ત્રણેય મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો NDRFની ટીમ સમયસર ન પહોંચી હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા, તેઓ અને તેમના પરિવારજનોએ તંત્ર તેમજ NDRFની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજના શારદા સ્કિલ સેન્ટરમાં હેપેટાઇટિસ અને હેલ્થ જાગૃતિ કેમ્પ યોજાયો:આરોગ્ય વિભાગ દ્વારા યુવાનોને હેપેટાઇટિસ, HIV અને ટીબી અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    जौहर यूनिवर्सिटी की लॉ छात्रा ने समझाया संविधान! Jauhar University Students Protest | Rampur MP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment