Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15 વધાર્યા:1 જૂનથી અમલ, પશુપાલકોને હવે ₹865 પ્રતિ કિલો ફેટ મળશે

    2 weeks ago

    સાબરડેરીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં ₹15નો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ 1 જૂન, 2026થી અમલમાં આવશે, જેનાથી પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ દીઠ ₹865 મળશે. આ નિર્ણય સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યો દ્વારા લેવામાં આવ્યો છે. આ ભાવવધારાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો લાભ થશે. અગાઉ પ્રતિ કિલો ફેટનો ભાવ ₹850 હતો, જે હવે વધીને ₹865 થયો છે. આના પરિણામે, પશુપાલકોને દર મહિને અંદાજિત ₹10 કરોડથી વધુની વધારાની ચૂકવણી કરવામાં આવશે. ડેરીના નિયામક મંડળે જણાવ્યું હતું કે આ નિર્ણય ગ્રામીણ પરિવારોના આર્થિક સશક્તિકરણ અને પશુપાલન વ્યવસાયને વધુ પોષણક્ષમ બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે. આ પગલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક અને ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે. સાબરડેરી હંમેશા પશુપાલકોની મહેનતનું યોગ્ય મૂલ્ય આપવા કટિબદ્ધ રહી છે. સાબરડેરી દ્વારા કરવામાં આવેલી આ ભાવ વધારાની જાહેરાતને તમામ દૂધ ઉત્પાદકોએ આવકારી છે. તેમણે ચેરમેન શામળભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નણંદના પતિનો સંબંધોની આડમાં અનૈતિક ખેલ:શિક્ષિકા ભાભીને ભોગવવા 10 વર્ષ સુધી રચ્યો કારસો, બાથરૂમનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
    Next Article
    જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment