Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે

    2 weeks ago

    અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે. ત્યારે કુલ 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. દરમિયાન ગાંધીનગર પીસીસીએફ સહિતના દોડી ગયા છે. જ્યારે CF રામ રતન નાલા સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વનતારાના નિષ્ણાંતોની ટીમ જસાધાર આવશે સિંહોના મોત અંગે સ્થિતિ ગંભીર બની CDV જેવા લક્ષણોની માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચી અને આજે જામનગર "વનતારા"ના એનિમલ ડોકટરો અને ખાસ નિષ્ણાંતોની ટીમ મોડી રાત સુધીમા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પહોંચશે. આ પણ વાંચો, વાઘ-ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત 9 સિંહના મોત સામે 8ની પુષ્ટિ દેશની શાન ગણાતા સાવજો ઉપર ગંભીર બીમારીનો ખતરો તોળાઈ રહ્યો છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં 9 કરતા વધુના સિંહોના મોત થયા છે. વનવિભાગ દ્વારા માત્ર 8 સિંહોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક સિંહોના સેમ્પલ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ સિંહોમાં લક્ષણો જોતા શંકાસ્પદ સીડીવી જેવા ગંભીર રોગની આશંકા વર્તાઈ રહી છે. હવે રાજય સરકારના આદેશથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સિનિયર અધિકારીઓમાં દોડધામ મચી છે. સિંહોના મોત અટકાવવા વનવિભાગની દોડધામ ગાંધીનગર પીસીસીએફ ભવાની પતી, સી.એફ.રામ રતન નાલા સહિત ટીમો દોડીને જસાધાર સહિતના અલગ-અલગ એનિમલ કેર સેન્ટરની મુલાકાત કરી હતી. 24 કલાકમાં રિપોર્ટ આવી શકે છે સિંહોના મોત બાદ વનવિભાગના એનિમલ ડોક્ટર ટીમો દ્વારા સેમ્પલ લેવામા આવ્યા છે. આ સેમ્પલ ગાંધીનગર લેબમાં આપવામા આવ્યા છે. આ લેબમાંથી આજે અથવા આગામી 24 કલાકમાં મહત્વપૂર્ણ રિપોર્ટ આવી શકે છે. ચિંતાની વાત ન હોવાનો ગાંધીનગર પીસીસીએફનો દાવો ગાંધીનગર પીસીસીએફ ભવાની પતીએ કહ્યું, હું ગીરમાં છું એનિમલ કેર સેન્ટર સ્ટાફ બધાની મુલાકાત કરી બધા ખુબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે, અત્યારે કોઈ સિંહના મોત નથી. છેલ્લે 27 તારીખ 2 સિંહબાળના મોત થયા હતા. જયારે અત્યાર સુધીમાં કુલ 8 સિંહોના મોત છે. કુલ 22 જેટલા સિંહો અત્યારે આઇસોલેશન ઉપર રાખવામાં આવ્યા છે. ખૂબ સારી સ્થિતિ છે. સિંહના મોત ઉપર કંટ્રોલ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સેમ્પલ લેબમાં મોકલી દીધા છે, જેનો રિપોર્ટ આવશે. સિંહોના 9 કરતા વધુના મોત- સૂત્રો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સિંહોના 9 કરતા વધુના મોત હોવાની વાત સામે આવી છે પરંતુ અધિકારીઓ મોતનો આંકડો છુપાવતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. જૂનાગઢ CFનો કેમ્પ જસાધાર એનિમલ કેર સેન્ટર પર રાખ્યો સિંહોના મોત અને આઇસોલેશનના કારણે ઘટનાની ગંભીરતા લેવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી જૂનાગઢ સીએફ રામ રતન નાલા જસાધાર એનિમલ કેર સેન્ટર ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. બીજી તરફ એનિમલ સિનિયર ડોક્ટરોની ટીમો પણ હાજર છે. સિંહોની સ્થિતિ ઉપર નજર રાખી ખુદ સીએફ રામ રતન નાલા કામ કરી રહ્યા છે. 22 જેટલા સિંહોને આઇસોલેશન ઉપર રાખ્યા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તાર માંથી સિંહોને રેસ્ક્યુ કરી આઇસોલેશન ઉપર 17 જેટલા રાખવામા આવ્યા હતા, ત્યારબાદ આંકડો 22 ઉપર પહોંચ્યો છે. હાલ 22 સિંહોને આઇસોલેશન ઉપર રાખવામાં આવ્યા છે. બુધવારે મુખ્યમંત્રીએ હાઈ લેવલ મિટિંગ યોજી ગીર વિસ્તારમાં સિંહો માં જોવા મળેલા રોગચાળા સામે રોગ નિયંત્રણ અને સારવારના ઘનિષ્ઠ પગલાંઓ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે(27 મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં આપેલા દિશા નિર્દેશોને પગલે વન પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડીયાના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા સિંહોનું વેક્સિનેશન ટ્રીટમેન્ટ અને ડી ટીકીંગ સઘન બનાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15 વધાર્યા:1 જૂનથી અમલ, પશુપાલકોને હવે ₹865 પ્રતિ કિલો ફેટ મળશે
    Next Article
    નવસારી મેયર હોદ્દો સંભાળતાં જ ફિલ્ડ પર ઉતર્યા:AC કેબિન છોડી લુન્સીકુઇ મેદાનના ગ્રીલ વિવાદનો સ્થળ પર ઉકેલ લાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment