Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મેયર હોદ્દો સંભાળતાં જ ફિલ્ડ પર ઉતર્યા:AC કેબિન છોડી લુન્સીકુઇ મેદાનના ગ્રીલ વિવાદનો સ્થળ પર ઉકેલ લાવ્યા

    2 सप्ताह पहले

    નવસારી મહાનગરપાલિકામાં દોઢ વર્ષના વહીવટદાર શાસનનો અંત આવ્યા બાદ, નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાએ કાર્યભાર સંભાળતાની સાથે જ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિયતા દાખવી છે. મેયરે એસી કેબિન છોડી સીધા લુન્સીકુઇ મેદાન પર પહોંચી, ત્યાં ચાલી રહેલા ગ્રીલ વિવાદનો સ્થળ પર જ ઉકેલ લાવ્યો હતો. આ ઘટના નવસારી મનપાના ઇતિહાસમાં પ્રથમવાર બની છે, જ્યાં મેયર પોતાની સંપૂર્ણ ઓફિશિયલ ટીમ અને પ્રતિનિધિમંડળ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરવા ફિલ્ડ પર ઉતર્યા હોય. વહીવટદાર શાસન દરમિયાન જનતાના અવાજને યોગ્ય મંચ મળતો ન હતો, પરંતુ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાનમાં આવ્યા છે. લુન્સીકુઇ મેદાન ખાતે બની રહેલા સિન્થેટિક ટ્રેક અને મેદાનની ફરતે લગાવવામાં આવી રહેલી લોખંડની ગ્રીલને લઈને સ્થાનિકો અને સિનિયર સિટિઝન્સમાં ભારે નારાજગી હતી. મેદાનના પાળા (વોકિંગ ટ્રેક) ઉપર લગાવવામાં આવેલી ગ્રીલથી લોકોને અવરજવરમાં અગવડ પડતી હતી. મેયરે સ્થળ પર જઈને સિનિયર સિટિઝનોની રજૂઆત સાંભળી હતી. તેમની માંગણીને ધ્યાને રાખીને, મેયરે ગ્રીલને પાળા પરથી હટાવીને પાછળની તરફ શિફ્ટ કરવાનો તાત્કાલિક આદેશ આપ્યો હતો, જેનાથી આ વિવાદનો સુખદ અંત આવ્યો. આ ફિલ્ડ ઇન્સ્પેક્શન દરમિયાન મેયરની સાથે ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની આખી ટીમ હાજર રહી હતી. મનપાના સૂત્રો અનુસાર, લાંબા સમય બાદ ચૂંટાયેલી પાંખ સત્તા પર આવતા હવે વિકાસ કાર્યોને વેગ મળશે. મેયરે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અધિકારીરાજ હવે નહીં ચાલે અને જનતાના ટેક્સના પૈસાથી થતા દરેક વિકાસ કાર્યો ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે માટે તમામ પદાધિકારીઓ ચાંપતી નજર રાખશે.
    Click here to Read More
    Previous Article
    જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં:8 સિંહના મોતને પગલે વનવિભાગ હરકતમાં, CFનું સતત મોનિટરિંગ, ‘વનતારા’ની ટીમ પણ જોડાશે
    Next Article
    'હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?':ગે ડેટિંગ એપથી મળવા બોલવ્યો, છરીની અણીએ પર કપડાં ઉતરાવ્યાં, વીડિયો વાઈરલની ધમકી આપી રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment