Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?':ગે ડેટિંગ એપથી મળવા બોલવ્યો, છરીની અણીએ પર કપડાં ઉતરાવ્યાં, વીડિયો વાઈરલની ધમકી આપી રૂપિયા પડાવ્યા

    2 weeks ago

    મોબાઈલમાં એક નાનકડી ભૂલ અને અજાણી એપ્લિકેશન પર ક્લિક કરવાના કારણે એક યુવાન બ્લેકમેઈલિંગ અને લૂંટની ગંભીર જાળમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ્લિકેશનના બહાને યુવકોને નિશાન બનાવી, ફસાવીને લૂંટ ચલાવતી ગેંગનો અમરેલી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કુલ 6 આરોપીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઇઝ અને 'GRINDR' એપની જાળ ભોગ બનનાર ફરિયાદી બાબરા તાલુકાના એક ગામનો યુવક છે. તે પોતાના શેઠનું વાહન લઈને ફતેપુર ખાતે બાયોકોલ ભરવા ગયો હતો. રાત્રિના સમયે બાયોકોલ ભરીને તે બાબરા પરત ફરી રહ્યો હતો ત્યારે, અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે નાસ્તો કરવા ઊભો રહ્યો હતો. 'હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?' આ દરમિયાન, અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે આવેલી એક એડવર્ટાઇઝમેન્ટ દ્વારા તેના મોબાઈલમાં 'GRINDR' નામની ગે ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. લાઠી ચોકડી પાસે ચા-પાણી પીતી વખતે તેનાથી ભૂલથી આ એપ ખુલી ગઈ હતી, જેમાં 'JAN' નામના આઈડી પરથી મેસેજ આવ્યો કે, "હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?" આ મેસેજ પર ક્લિક થતાં જ ફરિયાદીનો નંબર શેર થઈ ગયો હતો અને તેણે મળવાની હા પાડી હતી. રસ્તામાં વાહન રોકી રેલવેના નાળા નીચે લઈ ગયા જો કે, ફરિયાદીને તાત્કાલિક બીજા કામથી જવાનું હોવાથી તે પોતાનું વાહન લઈને બાબરા તરફ આગળ વધ્યો હતો. આ દરમિયાન નવા બાયપાસ રોડ પર ટાટા મોટર્સ સર્વિસ સ્ટેશન પાસે આરોપી હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી (ફરીદ ભીમાણી) પોતાના એક્ટિવા અને મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે ફરિયાદી યુવાનનું વાહન રોકી, ચાવી ઝૂંટવી લીધી હતી અને ગેરકાયદેસર રીતે તેનો રસ્તો અવરોધ્યો હતો. આરોપીઓ ફરિયાદીને જબરદસ્તી વાહનમાંથી નીચે ઉતારી નજીકમાં આવેલા રેલવેના નવા નાળા નીચે લઈ ગયા હતા. ત્યાં અગાઉથી જ પ્લાનિંગ મુજબ અન્ય આરોપીઓ અરમાન સમા, તોફીક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી પણ આવી પહોંચ્યા હતા. છરીની અણીએ કપડાં ઉતરાવ્યા અને વીડિયો બનાવ્યો આ તમામ 6 આરોપીએ એકસંપ થઈ ફરિયાદીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી મારકૂટ કરી હતી. આરોપી તોફિકે ફરિયાદીની ગરદન પર ખુલ્લી છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ હરકિશન, અરમાન સહિતના શખસોએ ફરિયાદીના જબરદસ્તી કપડાં ઉતરાવી દીધા હતા, જ્યારે તોફિક અને રોનક નાગોરીએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી તેનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ઓનલાઈન અને કેશ લૂંટ, વધુ 45 હજારની માંગણી આરોપીઓએ ફરિયાદીનું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાં આશરે 800 થી 1000 રૂપિયાની રોકડ હતી. આટલા રૂપિયાથી સંતોષ ન થતાં આરોપીઓએ વધુ નાણાની માંગણી કરી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી પાસે અન્ય રોકડા ન હોવાથી, આરોપીઓએ આપેલા QR કોડ પર ફરિયાદી પાસે તેના શેઠના ગૂગલ પે દ્વારા 5,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, ફતેપુરમાં બાયોકોલવાળા ભાઈને ફોન કરી ઉછીના રૂપિયા મંગાવવાનો પ્રયાસ પણ કરાવાયો હતો. બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી તોફિકે છરી બતાવી ધમકી આપી હતી કે, જો બીજો દિવસ થાય ત્યાં સુધીમાં વધુ 45,000 રૂપિયા નહીં મોકલે તો આ વીડિયો વાઈરલ કરી તેને સમાજમાં બદનામ કરી દેવામાં આવશે અને જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર ઘટના દરમિયાન ગેંગના અન્ય સભ્યો રસ્તા પર નજર રાખવા ઊભા હતા. પરંતુ, અચાનક રસ્તા પર કોઈનો અવાજ આવતાં આરોપીઓ પકડાઈ જવાની બીકે ફરિયાદીનો મોબાઈલ, પાકીટ અને વાહનની ચાવી ત્યાં જ ફેંકીને નાસી ગયા હતા. પોલીસે તમામ 6 આરોપીને દબોચ્યા આ ઘટના બાદ ફરિયાદીએ હિંમત ભેગી કરી સમગ્ર હકીકત પોતાના શેઠને જણાવી હતી, જેના આધારે મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ અધિકારી ઓમદેવસિંહ જાડેજાએ સમગ્ર લૂંટ અને બ્લેકમેઈલિંગની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગેંગના તમામ 6 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે કોર્ટમાંથી આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. DYSP ચિરાગ દેસાઈની જનતાને અપીલ આજકાલ સોશિયલ મીડિયા કે અજાણી એપ્લિકેશન્સના માધ્યમથી લોકો આવી ડિજિટલ જાળ અને હનીટ્રેપનો ભોગ બનતા હોય છે. નાગરિકોને અપીલ છે કે, કોઈપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી, તેમજ આવી કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાના મોબાઈલ નંબર કે અંગત માહિતી શેર કરવી નહીં જેથી આવી છેતરપિંડી અને લૂંટનો ભોગ બનતા બચી શકાય. ------ આ પણ વાંચો સો.મીડિયા પર પ્રેમજાળ પાથરતી ‘હનીટ્રેપ’ ગેંગનો પર્દાફાશ 18 મેએ જામનગર શહેરમાં ડિજિટલ યુગના યુવાનોને ટાર્ગેટ કરતી એક શાતિર ‘હનીટ્રેપ’ ગેંગ સક્રિય હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જામનગર સીટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈને આ ગેંગના ચાર સભ્યને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. કેવી રીતે અંજામ આપ્યો હનીટ્રેપ અને અપહરણને? જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલા "લક્ષ્મી ભવન"માં રહેતા ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મેસેજ મારફતે પ્રેમજાળમાં ફસાવી મળવા માટે બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે પોતાના હોન્ડા બાઈક પર નિયત જગ્યાએ પહોંચ્યા, ત્યારે પૂજા તેમની સાથે બાઈક પર બેસી ગઈ હતી. તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય ચાર સાગરીત ત્યાં ધસી આવ્યા હતા અને ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની બલેનો કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… યુવતીએ સગીર વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવ્યો મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી 24 એ એક અત્યંત ચોંકાવનારો અને સમાજને ઝંઝોડી મૂકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ-11માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ બાવલુ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ હતી. યુવતીએ સગીરને બ્લેકમેલ કરી અને ધમકીઓ આપી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    નવસારી મેયર હોદ્દો સંભાળતાં જ ફિલ્ડ પર ઉતર્યા:AC કેબિન છોડી લુન્સીકુઇ મેદાનના ગ્રીલ વિવાદનો સ્થળ પર ઉકેલ લાવ્યા
    Next Article
    बिजनौर में गाड़ी में बैठकर 5000 की रिश्वत लेते हुए डॉक्टर का वीडियो वायरल, डी एम ने बैठा दी जांच

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment