Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ-જોડિયા રોડ પર ખનીજ ચોરી ઝડપાઈ:ભૂસ્તરશાસ્ત્રી ટીમના દરોડામાં ₹15 લાખનો મુદ્દામાલ સીઝ

    2 days ago

    જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની ટીમે ધ્રોલ-જોડિયા રોડ પર દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન અને ટ્રાન્સપોર્ટેશન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ₹15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આકસ્મિક તપાસ દરમિયાન, ધ્રોલ-જોડિયા માર્ગ પરથી એક લોડર (રજિસ્ટ્રેશન નં. GJ 10 CE 5689) અને એક ટ્રેક્ટર (રજિસ્ટ્રેશન નં. GJ 10 DE 6048) સાદી રેતી ચાળવાની અને તેનું ગેરકાયદેસર વહન કરવાની પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપાયા હતા. ટીમે સ્થળ પર સાદી રેતીના જથ્થા અંગેના જરૂરી આધાર-પુરાવા કે રોયલ્ટી પાસ વિશે પૂછપરછ કરતા, લોડર માલિક કરસનભાઈ ઘેલાભાઈ વરુ (રહે. ધ્રોલ) કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. આથી, આ રેતીનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વહન કરાતો હોવાનું સ્પષ્ટ થયું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરતા, તપાસ ટીમે સાદી રેતીનો જથ્થો તેમજ લોડર અને ટ્રેક્ટર સહિત બંને વાહનો જપ્ત કર્યા હતા. સીઝ કરાયેલા વાહનોને ધ્રોલ સ્થિત 'સોના સ્ટોન' ખાતે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનો અને ખનિજ સહિત કુલ મુદ્દામાલની આશરે કિંમત ₹15 લાખ આંકવામાં આવી છે. આ આકસ્મિક તપાસ કામગીરી ભૂસ્તરશાસ્ત્રી વિભાગના અધિકારી નૈતીક કણજારીયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. વિભાગની આ કાર્યવાહીથી ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુમાં રાતોરાત 40 હજારના કેબલ વાયરની ચોરી:સમોજા ગામના સરપંચના પતિએ અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
    Next Article
    તાપીમાં યુવાનો માટે નિઃશુલ્ક કારકિર્દી સેમિનાર:વ્યારામાં 23 જુલાઈએ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment